તસ્કરી:નડિયાદ જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં1.50 લાખ રોકડની ચોરી

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝાડની મદદથી ચઢી ચોર ગોડાઉનમાં ઉતર્યો હોવાના CCTV ફુટેજ સામે આવ્યા

નડિયાદ જીઆઇડીસીમાં આવેલ ગોળી બિસ્કીટની હોલસેલની દુકાનમાં ગત રાત્રે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ગોડાઉનની પાછળના ભાગે આવેલ ઝાડની આડમાં પાળી ચઢી ચોર દુકાનમાં પ્રવેશ્યો હતો, જેણે રોકડા રૂ. 1.50 લાક ચોરી કરી લઈ ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું છે. જીઆઈડીસી વિસ્તારમાં જુલેલાલ ટ્રેડર્સના દુકાન માલિક નરેશભાઈ ચંદવાણી બુધવારે રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. જેઓ આજે સવારે દુકાન પર આવી જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી તેઓએ ગોડાઉન અને દુકાનમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા ચોરી કરવા આવેલા શખ્સના દ્રશ્યો સીસીટીવીમાં મળી આવ્યા હતા. તુરંત તેઓએ પોલીસને જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જેઓએ પ્રાથમિક કાર્યવાહી કરતા દુકાનદાર પાસેથી અરજી, સીસીટીવી ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બીજીવાર ચોરીની ઘટના બની, એક વ્યક્તિ પર શંકા
જુલેલાલ ટ્રેડર્સના માલિક નરેશભાઈએ પોલીસને આપેલી માહિતીમાં એક વ્યક્તિ પર શંકા હોવાનું જણાવ્યું છે. તેમજ તેમની દુકાનમાં બીજીવાર આવી ચોરીની ઘટના બની હોવાનું જણાવ્યું છે. અગાઉ પણ ચોર રોકડા રૂ.60 હજાર આસપાસનું પરચુરણ ચોરી કરી ગયો હતો. જોકે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જે બાદ આ બીજીવાર ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...