59 આરોપીઓને સજા:નડિયાદમાં 5 વર્ષ અગાઉ બે જ્ઞાતિના વચ્ચે થયેલા રાયોટીંગના ગુનામાં 15ને આજીવન અને 44 આરોપીઓને 10 વર્ષની સજા

નડિયાદએક મહિનો પહેલા
  • ધીંગાણાં કેસમાં 15 ભરવાડને આજીવન તેમજ 44 દરબારોને 10-10 વર્ષની કેદની સજા

નડિયાદ તાલુકાના બિલોદરામાં 5 વર્ષ અગાઉ ભરવાડ અને દરબાર વચ્ચે થયેલા રાયોટીંગના ગુનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. તેમજ બંને પક્ષોનાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બન્ને જ્ઞાતિના લોકોને સજા ફટકારી છે. જેમાં ભરવાડ જ્ઞાતિના 15 લોકોને આજીવન કેદની સખ્ત સજા ફટકારી છે. જ્યારે દરબાર જ્ઞાતિના 44 વ્યક્તિઓને 10-10 વર્ષની કેદ ફટકારી છે.

નડિયાદ તાલુકાના બિલોદરા ગામે 28 ઓગસ્ટ 2016ના રોજ દરબાર સમાજના લોકો અને ભરવાડ સમાજના લોકો વચ્ચે હિંસક તોફાન થયું હતું. દરબાર સમાજના લોકોએ બિલોદરા ગામે મંદીરમાં સામુહીક આરતીનો કાર્યક્રમ રાખ્યો હતો. આ આરતીમાં જવા સાંજના સમય એ કેસરબેન વિનુભાઈ ડાભી તથા મંજુલાબેન રાજેશભાઈ ડાભી તથા વિમળાબેન પસાભાઈ સોઢા તથા અન્ય એક મહિલાને મંદીરે સમૂહ આરતીમાં જતા હતા તે વખતે બસ સ્ટેન્ડ નજીક ઢાળ ઉતરતા મફતભાઈ ભગુભાઈ ભરવાડ તથા બીજા ભરવાડોના ઘરો આવેલા હોવાથી મફતભાઈ પોતાની ફોર વ્હીલ ગાડી રોડ ઉપર મુકી હતી.

ચોમાસાનો સમય હોવાથી વરસાદના કારણે રસ્તામાં કાદવ કીચડ થયું હતું. જેથી મફતભાઈ ભગુભાઈ ભરવાડને હરીસીંહ ઉર્ફે કનુભાઈ ઉદેસીંહ સોઢા જણાવેલું કે, તમારી ગાડી રોડથી એક સાઈડે મૂકો જેથી અંધારામાં કાદવ કીચડમાં પડી ને જવું ન પડે. જેથી મફતભાઈ ભગુભાઈ તથા તેના ભાઈ પ્રભાતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને અપશબ્દો બોલતા મામલો બિચકયો હતો.

આવેશમાં આવેલા પ્રભાતભાઈ ભગુભાઇએ ઘરમાંથી લોખંડની પાઈપ લઈ હરીર્સીહને મારવા દોડી આવ્યા હતા. આ વખતે હરીર્સીહના ભાભી કેસરબેનનાઓ વચ્ચે પડતા પ્રભાતભાઈએ તેમના માથામાં પાછળના ભાગે પાઈપનો ફટકો મારી દેતા કેસરબેન નીચે પડી જતા મંજુલાબેન તેમને પકડવા જતા મફતભાઈનાઓ તેના ભાઈનું ઉપરાણું લઈ હાથમાં લાકડી લઈ દોડીઆવી મંજુલાબેનને મારી હતી. આ વખતે વધુ બુમાબુમ થતા બંને ભાઈઓનું ઉપરાણું લઈ બીજા ભરવાડો આવી ગયા હતા. અને લાકડીઓથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી . કેસરબેન વિનુભાઈ ડાભી નાઓને માથાનાભાગે પાઈપનો જીવલેણ ઘા વાગી જતાં તેઓનું મોત નીપજાયુ હતું.

આ કેસ કોર્ટમાં ચાલી જતાં વકીલ પદમાબેન દવેનાઓએ રજૂ કરેલા આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા સાહેદોની જુબાની લીધી હતી. જે બાદ કોર્ટે 44 આરોપીને કસુરવાર ઠેરવી દસ દસ વરસની કેદ ફટકારી છે આ કેસ હબીબભાઈ સુલેમાનભાઈ શાભય (મુસ્લીમ વહોરા)ને નિર્દોષ છોડી મુક્યો છે.

આ કેસમાં સજાની વિગતો જોઈએ તો ઈ.પી.કો.કલમ 147ના ગુનામાં એક વર્ષની સખત કેદ , ઈ.પી.કો.કલમ 148ના ગુનામાં 2 વર્ષની સખત કેદ તથા ઈ.પી.કો.કલમ 395ના ગુનામાં 10 વર્ષની સખત કેદ તથા ઈ.પી.કો.ક. 325ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા ઈ.પી.કો.કલમ 326ના ગુનામાં 5 વર્ષ , ઈ.પી.કો.કલ 337ના ગુનામાં છ મહીના તથા ઈ.પી.કો.ક. 427ના ગુનામાં 1 વર્ષ તથા ઈ.પી.કો.કલમ 436ના ગુનામાં 10 વર્ષ તથા ઈ.પી.કો.ક .506 (2) ના ગુનામાં 1 માસની સજા ફટકારી છે.

કોર્ટે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો
સમગ્ર ઘટનામાં પોલીસે હબીબભાઈ સુલેમાનભાઈ શાયબ (મુસ્લીમ વ્હોરા) ને પણ આરોપી તરીકે દર્શાવ્યો હોઈ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોર્ટમાં કેસ ચાલીજતા આરોપી તરફે વકીલ જયેશભાઈ તલાટીની દલીલોને આધારે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.

કોર્ટ કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં દરબાર અને ભરવાડ સમાજના લોકો ઉમટી પડ્યા હતા
2016 ના ચકચારી કેસમાં આજે કોર્ટ સજા સંભળાવવાની હોઈ મોટી સંખ્યામાં બિલોદરા ગામના દરબાર અને ભરવાડ સમાજ ના લોકો કોર્ટ કંપાઉન્ડમાં ઉમટી પડ્યા હતા. જેના પગલે પોલીસે પણ કોર્ટ કમ્પાઉન્ડમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આજીવન કેદની સજાના આરોપીઓ
1. જાગા ભાઈ ભવાનભાઈ ભરવાડ 2.મેલાભાઈ મુળાભાઈ ઉર્ફે મુળજીભાઈ ભરવાડ, 3.હરીભાઈ ઉર્ફે હીરાભાઈ ભવાનભાઈ ભરવાડ 4.પ્રભાતભાઈ ભગુભાઈ ભરવાડ 5.કનુભાઇ ભવાનભાઈ ભરવાડ 6.દેવાભાઈ ઉર્ફે દેવકરણભાઈ ભવાનભાઈ ભરવાડ 7.ઉકાભાઈ મુળજીભાઈ ભરવાડ 8. માંડણભાઇ ભવાનભાઈ ભરવાડ 9. વિઠ્ઠલભાઈ ઉકાભાઈ ભરવાડ 10. સુરજ ભાઈ ઉર્ફે સુરેશભાઈ રઘુભાઈ ભરવાડ 11. મુકેશભાઈ કાનજીભાઈ ભરવાડ 12. રાજેશભાઈ ઉર્ફે નવઘણભાઈ ભાનુભાઈ ભરવાડ 13. નાગજીભાઈ જોધાભાઈ ભરવાડ, 14.મફતભાઈ ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ ભરવાડ 15. ગોપાલભાઈ ભીમજીભાઇ ભરવાડ તમામ રહે. જુના બિલોદરા

બિલોદરા હત્યાકાંડઃ દરબાર સમાજના 44ને 10-10 વર્ષની કેદ
1. કનુભાઈ ઉર્ફે હરીસિંહ ઉદેસિંહ સોઢા, 2. અરવિંદભાઈ રમણભાઈ સોઢા, 3. રમેશભાઈ કનુભાઈ સોઢા, 4.ફતા ભાઈ રામાભાઈ સોઢા, 5.સોમાભાઈ મથુરભાઈ સોઢા, 6. સાગરભાઈ ઉર્ફે મફતભાઈ ભલાભાઈ સોઢા, 7. ભીખાભાઈ શીવાભાઈ સોઢા, 8. ચંદુભાઈ શીવાભાઈ સોઢા, 9. સોમાભાઈ ભલાભાઈ સોઢા, 10. સુરેશભાઈ ગલાભાઈ સોઢા, 11. કાનજીભાઈ મુળજીભાઈ સોઢા, 12. જયંતીભાઈ ડાહ્યાભાઈ સોઢા, 13. લખાભાઈ ઉર્ફે લક્ષ્મણભણભાઈ ડાહ્યાભાઈ સોઢા 14. સંજયભાઈ વિનુભાઈ ડાભી, 15. છગનભાઈ મગનભાઈ સોઢા, 16. રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ વિનુભાઈ ડાભી, 17. ગુલાબભાઈ ઉર્ફે ગુલીયો ભલાભાઈ સોઢા, 18. વિજયભાઈ રમણભાઈ ડાભી, 19. અજલાભાઈ ઉર્ફે રમેશભાઈ ગલાબભાઈ સોઢા, 20. અરવિંદભાઈ મહોતભાઈ સોઢા, 21. સંજયભાઈ મહોતભાઈ સોઢા, 22. પ્રવિણભાઈ નટવરભાઈ સોઢા ઉર્ફે પલાભાઈ મનુભાઈ સોઢા, 23.ધર્મેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ બાલાભાઈ સોઢા, 24. લાલભાઈ ફતાભાઈ સોઢા 25. વસંતભાઈ મફતભાઈ સોઢા, 26. ભલાભાઈ કાન્તીભાઈ સોઢા 27. રમેશભાઈ રયજીભાઈ સોઢા, 28. ભાવેશભાઈ ગાંડાભાઈ ઉર્ફે શકરાભાઈ ઝાલા, 29. દેવીસિંહ ઉર્ફે મનોજ અમરસિંહ ભાવસિંહ મકવણા, 30. મફતભાઈ રાયસીંગભાઈ સોઢા, 31. મનુભાઈ શકરાભાઈ સોઢા, 32.જયેશભાઈ ભગાભાઈ સોઢા, 33. કરણભાઈ સુરેશભાઈ ચૌહાણ, 34. મનુભાઈ શીવાભાઈ સોઢા, 35. શંકરભાઈ રમણભાઈ સોઢા, 36. ભરતભાઈ ગોવિંદભાઈ સોઢા, 37. અશોકભાઈ સોમાભાઈ સોઢા, 38. રામાભાઈ કાભયભાઈ સોઢા, 39. વિક્રમભાઈ ઉર્ફે પિન્ટુભાઈ કનુભાઈ સોઢા, 40. પ્રકાશભાઈ રમેશભાઈ ચૌહાણ, 41. જયંતીભાઈ રાયસીંગભાઈ સોઢા, 42. અશોકભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ સોઢા, 43. નટુભાઈ ઉર્ફે નટવરસિંહ ઉદેસિંહ ઉર્ફે ઉદાભાઈ સોઢા, 44. કલ્પેશભાઈ ઉર્ફે વિજયભાઈ જયંતીભાઈ સોઢાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...