તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદમાં જુદા-જુદા સ્થળે જુગાર રમતા 15 ઝડપાયા

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં પોલીસ વિવિધ ટીમ બનાવી સખ્ત પેટ્રોલીંગ કરી રહી છે. નડિયાદમાં ગતરોજ અલગ-અલગ જગ્યાએ રેઈડ કરીને પોલીસે જુગાર રમતા 15 ઈસમોની અટકાયત કરી છે. નડિયાદ LCB ટીમે બાતમી આધારે દેવચકલા વિસ્તારમાં તળની વાડીમાં રહેતા ભાવિક પટેલની નીચેથી જુગાર રમતા 6 ઈસમોની અટકાત કરીને તેમની પાસેથી 15,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો નડિયાદ ટાઉન પોલીસે મલારપુરામાં મેલડી માતાના મંદિર પાસેથી 8 જુગારિયાની ધરપકડ કરીને તેમની પાસેથી 10,240નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે નડિયાદ પશ્વિમમાં કાળીદાસ પાર્ક સોસાયટીમાંથી જુગાર રમતા 5 ઈસમોને ઝડપીને તેમની પાસેથી 2,670 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ નડિયાદ રૂરલ પોલીસે કરોલી ગામમાં રેઈડ કરીને જુગાર રમતા 2 ઈસમોને ઝડપી પાડ્યાં હતા. જેમની પાસેથી 1,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નડિયાદ પોલીસે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરીને કુલ 29,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...