તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનનું મહા અભિયાન ચકનાચૂર:પ્રથમ દિવસે 14150, આઠમા દિવસે 4,232નું રસીકરણ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
28 જૂને વેક્સિન લેનારા છે, સ્ટાફ છે પણ રસી નથી - Divya Bhaskar
28 જૂને વેક્સિન લેનારા છે, સ્ટાફ છે પણ રસી નથી
  • આરંભે સૂરા : ખેડા જિલ્લામાં ડોઝ ઘટ્યા સાથે કેન્દ્રો પર પણ કાતર

કોરોનાને નાથવા માટે સરકારે વેક્સિનેશન પર ભાર મૂકી 21 જૂનથી મહા અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત સ્પોટ રજીસ્ટ્રેશન કરી તરત જ રસી મુકી આપવામાં આવતી હતી. માત્ર સાત જ દિવસના સમયગાળામાં અભિયાન પર પાણી ફરી વળ્યું છે. સ્ટોક નહીં હોવાના કારણે પ્રથમ દિવસે જેટલા લોકોને રસી મુકાઇ હતી તેના પ્રમાણમાં આજે આઠમા દિવસે ત્રણ ગણી ઓછી સંખ્યામાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

21 જૂને દીપ પ્રાગટ્ય કરી મોટા ઉપાડે જાહેરાત
21 જૂને દીપ પ્રાગટ્ય કરી મોટા ઉપાડે જાહેરાત

ખેડા જિલ્લામાં સરકાર દ્વારા ‘બધાને વેક્સિન, મફત વેક્સિન’ના સુત્ર હેઠળ કોવિડ વેક્સિનેશન ના મહા અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ પ્રથમ દિવસે જ 15 હજાર નો ટાર્ગેટ પુર્ણ થયો હતો. પ્રથમ દિવસે જિલ્લામાં 65 કેન્દ્રો પર 14,150 લોકોને વેક્સિન મળી હતી. જે બાદ દિવસે દિવસે વેક્સિનેશન માં ઘટાડો નોંધાયો છે. 21 જૂન બાદ જો વેક્સિનેશન ના વધુ ડોઝ અપાયા હોય તો તે 26જુન છે. જે દિવસે 153 કેન્દ્રો પર 13,121 ડોઝ અપાયા હતા. જે બાદ થી વેક્સિનેશન સતત ધીમું થઈ રહ્યું હોવાનું સરકારી આંકડા પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે.

21 જુન થી 28 જૂન સુધીના વેક્સિનેશન પર નજર

તારીખકેન્દ્રોરસીકરણ
21-066514,150
22-0615010,534
23-061509,884
તારીખકેન્દ્રોરસીકરણ
24-0615010,712
25-06666,210
26-0615313,121
તારીખકેન્દ્રોરસીકરણ
27-06544,605
28-06404,232
કુલ73,448
અન્ય સમાચારો પણ છે...