તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં રાહતની આસ સાથે આજે નોંધાયા 132 કેસ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 1259 પર પહોંચ્યો
  • આજે જિલ્લામાં 772 લોકોને રસી આપવામાં આવી

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે ઘણાં લાંબા સમય બાદ 132 કેસ નોંધાયા છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 8283 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદ 69, મહુધા 21, વસો 12, મહેમદાવાદ 12, કઠલાલ 10, માતર 2, કપડવંજ 2, ગળતેશ્વર 1 અને ઠાસરા 1 મળી કુલ 132 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 872 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 108605 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 95094 લોકોના નેગેટિવ અને 8283 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 1214 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજે 17 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 772 લોકોને રસી અપાઈ છે. આજ દિન સુધીમાં 4, 31, 330 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 158, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 36, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 135, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 37, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 8, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 30, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 17, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 22, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 25, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 8, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 1 દર્દી સારવાર હેઠળ છે.

તો સી. જી. જનરલ હોસ્પિટલ ઉત્તરસંડામાં દાખલ દર્દી 13, સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 36, સી. સી. સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 20, સી. સી. સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 27, સી.સી. સી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 8, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 12, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 19, ડી. એ. એન્જીનીયરીંગ કોલેજ મહેમદાવાદમાં દાખલ દર્દી 0, પામ ગ્રીન ક્લબ ગોબલજમાં દાખલ દર્દી 4, અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 318, હોમ આઇસોલેશન 325 દર્દીઓ મળી કુલ 1259 એક્ટીવ કેસો છે.

અન્ય સમાચારો પણ છે...