તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • More Than 13 Thousand Students Will Appear For The Standard 10 And 12 Board Repeater Examinations Starting From July 15 In Kheda District.

પરીક્ષા:ખેડા જિલ્લામાં 15 જુલાઈથી શરૂ થનાર ધોરણ 10 અને 12 બોર્ડની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઇ

ખેડા જિલ્લામાં આગામી 15 જુલાઈથી શરૂ થનાર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં સમગ્ર જિલ્લામાંથી 13 હજાર 100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરિક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાય તે માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પરીક્ષા લેવા માટે એક્શન પ્લાન ઘડાયો હતો.

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી છે. જેમાં કલેક્ટર કે. એલ. બચાણી, અધિક કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એસ.વી.એસ કન્વીનર અને સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કલેક્ટર દ્વારા સંપૂર્ણ પરીક્ષા કોવિડ-19 ગાઈડલાઈન મુજબ અને સંપૂર્ણ વિશ્વસનીય રીતે લેવાય તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા સંબંધિત ધોરણ- 10 અને ધોરણ- 12 ના પરીક્ષા આપનાર રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા સબંધિત સુચનાઓ આપવામાં આવી છે.

આ સાથે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાના 52 બિલ્ડીંગ ઉપર રીપીટર પરીક્ષા યોજનાર છે તે સંબંધિત સ્થળ સંચાલકોની મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ સંચાલકોને પરીક્ષા સંબંધિત સૂચનાઓ આપવામાં આવી છે અને પરીક્ષાનું કોવિડની નવી ગાઇડલાઇન પ્રમાણે પાલન કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. પરીક્ષાની તારીખ 15થી 28 જુલાઈ ધોરણ 10ના કુલ નવ હજાર વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના કુલ 4100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષામાં એસએસસીના બે ઝોન અને એચ.એસ.સી નો એક ઝોન છે.

અન્ય સમાચારો પણ છે...