તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડાએ ચાલુ મહિને બીજી વખત રેકર્ડ બ્રેક કર્યો છે. રવિવારે જાહેર થયેલા આંકડા મુજબ કુલ 36 કેસ નોંધાયાં છે. જોકે, તેમાં પણ ગુતાલ અને આખડોલ ગામના જ 13 કેસનો સમાવેશ થાય છે. આમ શહેર વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલું સંક્રમણ તંત્ર માટે પડકારજનક બની રહ્યું છે. ગુતાલ ગામની મોટી ખડકીમાં એક સાથે પાંચ કેસ આવ્યાં છે. જેમાં 33 વર્ષિય મહિલા, 18 વર્ષિય યુવક, 59 વર્ષિય મહિલા, 41 વર્ષિય પુરૂષ, 16 વર્ષની કિશોરીનો સમાવેશ થાય છે. જ્યારે ખ્રીસ્તીવાસમાં એક કેસ છે.
આ ઉપરાંત આખડોલ ગામની પટેલ ખડકીમાં બે પુરૂષ, ત્રણ મહિલા અને વૃદ્ધ તથા વૃદ્ધા કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે. આ ઉપરાંત નડિયાદ શહેરમાં યશોદા બંગ્લોઝમાં 38 વર્ષિય મહિલા અને 41 વર્ષિય પુરૂષ, કે. કે. નગરમાં 40 વર્ષિય પુરૂષ, નવદુર્ગા સોસાયટીમાં 65 વર્ષિય વૃદ્ધા, જુના ડુમરાલ રોડ પર 54 વર્ષિય મહિલા, નારાયણ પાર્કમાં 60 વર્ષિય પુરૂષ, ભાવસારવાડમાં બે કેસ, દલવાડી પોળ, વડીયા પોળમાં એક એક કેસનો સમાવેશ થાય છે. જિલ્લામાં 36માંથી નડિયાદ શહેર અને તાલુકામાં 25, મહેમદાવાદમાં 2, કપડવંજમાં 2, વસોમાં 2, ઠાસરામાં 2, કઠલાલમાં 1, ખેડામાં 1, માતરમાં 1 કેસનો બહાર આવ્યો છે. જો કે જિલ્લામાં હાલ 140 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 14 ઓક્સિજન પર છે.
આખડોલમાં એક જ પરિવારના 5 પોઝિટીવ
ખેડા આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરાયેલી યાદીમાં આખડોલ ગામના સાત કેસનો સમાવેશ થાય છે. જેમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિ કોરોના પોઝીટીવ થયાં છે. આ વિસ્તારને કન્ટેમેન્ટ કરવા સહિતની કવાયત હાથ ધરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.