ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેમાં આજે મંગળવારે વધુ 71 કેસો નોંધાયા છે. જેના પછી એક્ટીવ કેસોની સંખ્યા વધીને 305 પર પહોંચી ચૂકી છે.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ ધરી રહ્યો છે. આજે મંગળવારે કોરોનાના વધુ 76 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી 57, ખેડા પંથકમાંથી 4, ઠાસરા પંથકમાંથી 2, માતર પંથકમાંથી 2, વસો પંથકમાંથી 2, મહેમદાવાદ પંથકમાંથી 1, ગળતેશ્વર પંથકમાંથી 1, કપડવંજ પંથકમાંથી 1 અને કઠલાલ પંથકમાંથી 1 મળી કુલ 71 કેસો નોંધાયા છે. જેના બાદ એક્ટિવ કેસોની સંખ્યા 305 પર પહોંચી ચૂકી છે.
જ્યારે આજે વધુ 1749 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટીવ કેસોમાં 282 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 19 દર્દીઓ નડિયાદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 4 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તમામ દર્દીઓ પૈકી 2 દર્દીઓ વેન્ટિલેટર/બાઈપેપ પર છે.
રસીકરણની વાત કરવામાં આવે તો આજે 149 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 2999 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 167, કપડવંજ તાલુકામાં 159, કઠલાલ તાલુકામાં 241, ખેડા તાલુકામાં 236, મહુધા તાલુકામાં 45, માતર તાલુકામાં 198, મહેમદાવાદ તાલુકામાં 77, નડિયાદ તાલુકામાં 0, ઠાસરા તાલુકામાં 45 અને વસો તાલુકામાં 30 મળી આજે કુલ 1198 લોકોનું રસીકરણ થયુ છે.
રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતાં વધુ 3 લોકો દંડાયા
ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં નાઇટ કર્ફ્યૂનું ચૂસ્ત પાલન પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે નડિયાદ ટાઉન પોલીસે ત્રણ લોકોને રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતાં દંડાત્મક કાર્યવાહી કરી છે. જેમાં નડિયાદ પશ્ચિમ પોલીસે શારદા મંદિર રોડ પાસેથી કિરણ જયંતિ વાઘેલા (રહે. દિનશાનગર, નડિયાદ), ટાઉન પોલીસે નડિયાદ રેલવે સ્ટેશને પાસેથી દિનેશ ઉર્ફે માલીક ઉમેશભાઈ ત્રિપાઠી અને બસ સ્ટેન્ડ પાસેથી ભરત ખુશાલ વાઘેલા સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી દંડાત્મક કાર્યવાહી કરી છે.
18 પ્લસના 2,999 અને 1,198 બાળકોને રસી અપાઈ
ખેડા જિલ્લામાં આજે રસીકરણ મંદ ગતિએ જોવા મળ્યું, જિલ્લામાં 18 પ્લસના રસીકરણ માટે 149 સ્થળો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ દિવસ દરમિયાન ફક્ત 2,999 લોકો એ જ રસીનો લાભ લીધો હતો. બીજી તરફ બાળકોનું રસીકરણ પણ મંદ જોવા મળ્યું. આજના દિવસે ફક્ત 1,198 બાળકોને જ રસી આપવામાં આવી છે. જોકે આશ્ચર્યની બાબત છેકે નડિયાદ શહેરમાં મંગળવારે એક પણ બાળકોને રસી મળી નથી.
તાલુકામાં દર્દીઓની વિગત | |
તાલુકો | દર્દીની સંખ્યા |
ગળતેશ્વર | 1 |
કપડવંજ | 1 |
કઠલાલ | 1 |
ખેડા | 4 |
માતર | 2 |
મહેમદાવાદ | 1 |
નડિયાદ | 57 |
ઠાસરા | 2 |
વસો | 2 |
કુલ | 17 |
હોસ્પિટલ સ્ટેટસ | |
સારવાર હેઠળ | 23 |
સ્ટેબલ | 16 |
ઓક્સિજન | 2 |
બાયપેપ | 1 |
વેન્ટિલેટર | 1 |
કોરોના મીટર તા.11-01-22 | |
આજના કેસ | 71 |
ટેસ્ટ | 1749 |
ડિસ્ચાર્જ | 82 |
હોસ્પિ.માં સારવાર | 23 |
હોમ આઇસો. માં | 282 |
કુલ સારવાર હેઠળ | 305 |
કુલ હોમ આઇસો.માં | 282 |
રસીકરણ કુલ | 30,68,585 ડોઝ |
રસીકરણ આજનું | 4197 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.