ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, વિકએન્ડના બે દિવસ કેસ ઓછા રહ્યા બાદ સોમવારે ફરી પાછો પોઝિટિવ આંક 126 નોંધાયો છે. આ પહેલા શુક્રવારે 106, શનિવારે 59 અને રવિવારે 63 રિપોર્ટ નોંધાયા હતા. જે બાદ આજે સોમવારે પોઝિટિવનો આંક 126 પર પહોંચ્યો છે. બે દિવસ કેસ ઘટવાને કારણે આરોગ્ય વિભાગ અને નાગરિકો માં ચિંતા ઘટી હતી, પરંતુ ફરી પાછા ઉછાળા સાથે પોઝિટિવ આંક 126 થઈ જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ચાર દિવસથી શહેરમાં રાત્રી કરફ્યુની અમલવારી થઇ રહી હોવા છતા નડિયાદ શહેરમાં 92 કેસ નોંધાયા છે, ત્યારે આ વધતા આંક માટેના જવાબદાર પરિબળો કયા તેનો જવાબ તંત્ર શોધી રહ્યું છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ ના કેસ બે દિવસ 100 થી નીચે રહ્યા બાદ સોમવારે ફરી એકવાર પોઝિટિવ આંકમાં ઉછાળો નોંધાયો છે.
સંક્રમણની વધતી સંખ્યા સાથે આજે 126 કોરોના પોઝિટિવ દર્દી આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. અગાઉ શુક્રવારે 106 દર્દી પોઝિટિવ નોંધાયા હતા. જે જાન્યુઆરી માસના સૌથી વધુ કેસ હતા. જે બાદ આજે 126 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના મીટર 11,172 પર પહોંચી ગયું છે. 316 લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી 12 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જ્યારે 304 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આજે પણ તંત્ર દ્વારા જિલ્લાભરમાંથી 2,321 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વની વાત છેકે આજે નોંધાયેલ કુલ કેસ પૈકી 18થી ઓછી વયના 5 કિશોર કોરોનાની ચપેટમાં નોંધાયા છે. જ્યારે સિનિયર સિટીઝનોની સંખ્યા પણ એકંદરે ચિંતાજનક જોવા મળી છે.
કઈ વય ગ્રુપના કેટલા દર્દી
પોઝિટિવ વય ગ્રુપ | દર્દીઓની સંખ્યા |
00-25 | 21 |
26-50 | 40 |
51-75 | 50 |
76-100 | 1 |
કુલ | 126 |
જિલ્લાના કયા તાલુકામાં આજે કેટલા કેસ નોંધાયા
તાલુકો | આજના કેસ |
ગળતેશ્વર | 2 |
કપડવંજ | 1 |
કઠલાલ | 1 |
ખેડા | 2 |
મહુધા | 0 |
માતર | 9 |
મહેમદાવાદ | 3 |
નડિયાદ | 92 |
ઠાસરા | 11 |
વસો | 5 |
કુલ | 126 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.