તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:કઠલાલમાં 3 ગાડીના 1.20 લાખના સાયલેન્સર કાઢી જૂના લગાવી દીધા

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલેન્સર ચોરતી ટોળકી સક્રિય થતાં નગરજનોમાં ફફડાટ

કઠલાલમાં નવી ગાડીઓના સાયલેન્સર ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ શહેરના એક ફ્લેટના પાર્કિંગમાંથી સાઈલેન્સર ચોરીનો બનાવ નોંધાયો હતો. આ ઘટનાને હજુ અઠવાડિયુ પણ પુરુ નથી થયુ, ત્યાં હવે વધુ 3 સાયલેન્સર ઉઠી જતા ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલના આઝાદપોળમાં રહેતા ગૌરાંગ રજનીકાંત જોષી અને તેમના ફળિયામાં રહેતા કલ્પેશકુમાર બુધાભાઈ પ્રજાપતિ તેમજ રોનકકુમાર હસમુખભાઈ પારેખ પોતાની ઈકો ગાડી પાર્કિંગના અભાવે સરસ્વતી સ્કુલની ગેટ આગળ આવેલા ખુલ્લા આર. સી. સી.માં રોડની સાઈડમાં પાર્ક કરીને મૂકતા હતા. 4 જૂનના રોજ બોપલ ખાતેથી એલ. સી. બી. પોલીસના માણસો આવ્યા હતા, તેમજ પાર્ક કરેલી ત્રણેય ઈકો ગાડીના ઉપરોક્ત માલિકોને બોલાવી જાણ કરી હતી કે, 24 અને 25 એપ્રિલના રોજ આ ગાડીઓમાંથી અજાણ્યા ચોર ઈસમોએ નવા સાયલેન્સરોને કાઢી જુના સાયલેસન્સર લગાવી દીધા છે. તેમજ નવા સાયલેન્સરોની ચોરી કરી છે.

જેથી શૉ રૂમમાં તપાસ કરતા નવા સાયલેન્સરોની ચોરી થયાનું જણાયુ હતુ. આ અંગે ગોરાંગકુમાર જોષીએ ત્રણેય ઈકો ગાડીના સાયલેન્સર ચોરી થતા કઠલાલ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...