તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પડાલ ગ્રામ પંચાયત વિસ્તારના 12 થી 15 ઘર વીજળીથી વંચિત

સેવાલિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પડાલ ગામે ટ્રેકટરની સાથે જોડીને વીજળી ઉત્પન્ન કરે છે. - Divya Bhaskar
પડાલ ગામે ટ્રેકટરની સાથે જોડીને વીજળી ઉત્પન્ન કરે છે.
  • છીકારીયા ચોકડી વિસ્તારમાં 3 પેઢીથી વસવાટ કરતા લોકોને વીજળી,પાણી જેવી સુવિધાઓ મળતી નથી

ગળતેશ્વર તાલુકાના પડાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ છીંકરીયા ચોકડી વિસ્તારમાં 12 થી 15 જેટલા ઘર આવેલા છે જેમાં 3 પેઢીથી લોકો તે વિસ્તારમાં વસવાટ કરે છે. જ્યાં વીજળી, પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી અને સરકારી લાભ પણ મળતો નથી. વીજળીની સુવિધા ન હોવાથી ત્યાંના લોકો જનરેટર તથા સોલારનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.

પાણીની સુવિધા ન હોવાથી બીજા ગામથી કે બોરકુવામાંથી વેચાતું પાણી લાવીને જીવન જીવી રહ્યા છે. અને ત્યાં 50 જેટલા નાના-મોટા બાળકો જે છીકારીયા શાળામાં 1 કિલોમીટર સુધી ચાલીને ભણવા માટે જાય છે. પણ ઘરમાં વીજળી ન હોવાથી ભણવામાં મુશ્કેલી થઈ રહી છે. તેવું ત્યાંના રહેવાસીઓ જણાવી રહ્યા છે.

જેથી સરકાર તેમને પડી રહેલી મુશ્કેલીનો નિકાલ લાવે તેવી ત્યાંના રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે. પડાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ છીંકારીયા ચોકડી વિસ્તાર જેમાં 12 થી 15 ઘર આવેલા છે જેમાં 3 પેઢીથી ત્યાં રહેવાસીઓ રહે છે જે જમીન સરકારી ચોપડે તળાવ ખરાબાની બોલે છે. જેથી ત્યાંના રહેવાસીઓને સરકારી લાભ જેવા કે વીજળી, પાણી પાકા મકાનો વગેરે જેવા મળતા નથી.

ઘરમાં વીજળી ન હોઇ બાળકોને ભણવામાં મુશ્કેલી
આ વિસ્તારમાં 12 થી 15 જેટલા ઘર આવેલા છે જેમાં 3 પેઢીથી અહીંના લોકો રહે છે. જેમાં વીજળી, પાણી જેવી કોઈ સુવિધાઓ મળતી નથી પાણી વેચાતું લાવું પડે છે અને વીજળી માટે જનરેટર અને સોલારનો ઉપયોગ કરવો પડે છે આ વિસ્તારમાં 50 જેટલા બાળકો છે જે ભણવા માટે 1 કિલોમીટર દૂર છીંકારીયા ગામની સ્કૂલના જાય છે. અને ઘરમાં વીજળી ન હોવાથી બાળકોને ભણવામાં મુશ્કેલી પડે છે સરકાર દ્વારા પણ કોઈ લાભ આપવામાં આવતા નથી. - મહેશભાઈ આંબલિયા, સ્થાનિક રહેવાસી

રહીશોને સરકારી લાભ મળતો નથી
પડાલ ગ્રામ પંચાયતની હદમાં આવતા છીંકરીયા ચોકડી વિસ્તાર જેમાં 3 પેઢીથી તે જગ્યા પર વસવાટ કરે છે જે જમીન સરકારી ચોપડે તળાવ ખરાબાની બોલતા ત્યાંના રહીશોને સરકારી લાભ મળતો નથી ઘણીવાર સરપંચ સાથે વાત કરી ત્યાંના રહીશોને લાભ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા પણ તે જગ્યા તળાવ ખરાબાની બોલતા કોઈ લાભ મળી શકતો નથી. >રાજેશભાઈ બારૈયા, પડાલ ગ્રામ પંચાયત, તલાટી

અન્ય સમાચારો પણ છે...