તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક કાર્યવાહી:ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે જુગાર રમતા 12 શકુનીઓને પોલીસે દબોચી લીધા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતરના રતનપુરમાંથી 6, નડિયાદના સલુણમાંથી 5 અને નડિયાદ પશ્ચિમમાંથી 1 મળી કુલ 12 જુગારીઓ ઝડપાયા
  • ત્રણેય બનાવમાં થઈ કુલ રૂપિયા 28 હજાર 80નો મુદ્દામાલ જપ્ત કરાયો

ખેડા જિલ્લામાં જુગારની બદીઓનો વ્યાપ વધ્યો છે. ગત રોજ ત્રણ સ્થળેથી જુગાર રમતા ઇસમોને ઝડપી લેવાયા છે. માતરના રતનપુર, નડિયાદના સલુણ અને નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા કુલ 12 ઈસમોને દબોચ્યાં છે. આ અંગે હદ ધરાવતા પોલીસ મથકે જુગાર ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

માતર તાલુકાના રતનપુર ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી માતર પોલીસને મળી હતી. આથી પોલીસે ગત રાત્રે ઉપરોક્ત જગ્યાએ છાપો મારી જુગાર રમી રહેલા 6 વ્યક્તિઓને ઝડપી લીધા છે. જેમાં ઐયુબખાન મલેક (રહે. માતર), શાબીરમીંયા કુરેશી, સલીમખાન પઠાણ, ઈકબાલમીંયા બેલીમ, રજબીખાન પઠાણ અને સાબીરહુસેન કુરેશી (તમામ રહે. રતનપુર)નો સમાવેશ થાય છે. પોલીસે દાવ ઉપરના રોકડ રૂપિયા તથા અંગજડતીમાંથી કુલ રૂપિયા 16 હજાર 430 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદના સલુણ તાબેના શંકરપુરા વિસ્તારમાંથી જુગારધામ પકડાયું છે. અહીંયા એક્સપ્રેસ હાઇવે નજીક ખુલ્લા વિસ્તારમાં નડિયાદ ગ્રામ્ય પોલીસે ગત મોડી રાત્રે છાપો મારી જુગાર રમતા મેહુલ ઠાકોર, કેવલ રાવળ, અજય તળપદા, યાકુબ વ્હોરા, કૌશિક રાણાને ઝડપી લીધા છે. પોલીસે આ તમામ ઈસમો પાસેથી કુલ રોકડ રૂપિયા આઠ હજાર 450 જપ્ત કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

જ્યારે નડિયાદ એલસીબી પોલીસે ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો એક સટોડીયાને ઝડપી લીધો છે. ગતરાત્રે પોલીસે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બેન્ક સોસાયટી પાસેના અમૂલ પાલર્ર નજીકથી એક ઈસમને ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા રંગે હાથે પકડી લીધો છે. પોલીસે તેનું નામઠામ પુછતા આ ઈસમે પોતાનું નામ અજય દિનેશ મારવાડી (રહે. કિડની હોસ્પિટલ પાસે, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં તે એપ્લિકેશન મારફતે સટ્ટો રમી રહ્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે અજયની અટકાયત કરી છે. કુલ રૂપિયા ત્રણ હજાર 200નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જુગાર ધારાની કલમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો