કોરોના બેકાબૂ:નડિયાદની વધુ 11 સોસા.કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ ગંભીર

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે કન્ટેન્ટમેન્ટ ઝોનની પણ સંખ્યા વધી રહી છે. નડિયાદની વધુ 11 સોસા.ને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાઇ છે. આ ઉપરાંત કપડવંજ, મહેમદાવાદ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયાં છે.

ખેડા અધિક કલેક્ટર રમેશ મેરજાએ કન્ટેન્ટમેન્ટ ઝોન સંદર્ભે બહાર પાડેલા જાહેરનામા મુજબ નડિયાદની ગાયત્રીનગર, ઉપાર્શ્યનાથ ફ્લેટ, મહાલક્ષ્મી સોસા., જે. કે. પાર્ક, લક્ષ્મી કોલોની, સુરજબા પાર્ક સોસા., જય મહારાજ સોસા., કમલેશ પાર્ક સોસા., દેવળવાળુ ફળીયું, વ્હોરવાડ હાંડી, સાગરકૃપા સોસા., તિર્થ ભૂમિ સોસા.નો સમાવેશ થાય છે. કપડવંજના ગુરૂકૃપા સોસા., નવા બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર, સુથારવાડા વિસ્તાર, કૈલાશનગર, સોમનાથ સોસા.નો સમાવેશ થાય છે. ઉપરાંત મહેમદાવાદ, સુઇ, અંબાવ, કાચ્છઇ, સમાદરા, કાનીજ, વરસોલા, ઉત્તરસંડા અને ડભાણના કેટલાક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...