• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • 108 Services Of Kheda District Served More Than 23 Thousand People In 2021, 8767 Emergencies Of Most Pregnant Women Were Registered.

108 સેવાની સરાહનીય કામગીરી:ખેડા જિલ્લાની 108 સેવાએ 2021માં 23 હજારથી વધુ લોકોને સેવા પૂરી પાડી, સૌથી વધુ ગર્ભવતી મહિલાઓની 8767 ઈમરજન્સી નોંધાઈ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતની 3329, કોરોનાની 2215, પેટમાં દુખાવાની 1441 ઇમરજન્સી નોંધાઈ
  • રાજ્યમાં 800થી વધારે 108 એમ્બ્યુલન્સ કાર્યરત, ખેડા જિલ્લામાં કુલ 18 એમ્બ્યુલન્સ

કોરોનાના કપરો કાળ હોય કે પછી આકસ્મિક બનાવ તેમાં પ્રથમ હરોળમાં સેવા કરી રહેલી 108 એમ્બ્યુલન્સે પોતાની ફરજ પારદર્શી રીતે નિભાવી કેટલાય લોકોને મોતના મુખમાં જતાં બચાવ્યા છે. તેઓ વાર તહેવારથી અળગા રહી પોતાની ડ્યુટી કરી રહ્યા છે. ગયા વર્ષની જો વાત કરવામાં આવે એટલે કે કોરોનાની જ્યારે બીજી લહેર ઉઠી ત્યારે 108ની ટીમે પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજાને મદદ કરી અનેકોના જીવ બચાવ્યા છે. આ ઉપરાંત અન્ય રોગ અને અકસ્માત સહિત ગર્ભવતી મહિલાઓના વહારે આ 108ની ટીમ પહોંચી છે. જેમાં 108 સેવાએ 2021માં 23 હજારથી વધુ લોકોને સેવા પૂરી પાડી હતી. નોંધનીય છે કે તેમાં સૌથી વધુ ગર્ભવતી મહિલાઓની 8767 ઈમરજન્સી નોંધાઈ હતી.

ગુજરાત રાજ્યમાં 800થી વધારે 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે પૈકી ખેડા જિલ્લામાં કુલ 18 એમ્બ્યુલન્સ ફાળવેલી છે. ત્યારે ખેડા જિલ્લામાં ગયા વર્ષે ખેડા જિલ્લાની 18 જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા 23 હજાર 500થી વધુ ઇમરજન્સીને પ્રાથમિક સેવા પૂરી પાડીને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યુ હતું.

ખેડા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવીએ જણાવ્યું હતું કે 23 હજાર 500 ઇમરજન્સીમાંથી પ્રેગનન્સીને લગતી 8767 ઇમરજન્સી, માર્ગ અકસ્માતની 3329 ઇમરજન્સી, કોરોનાની 2215 ઇમરજન્સી, પેટમાં દુખાવાના 1441 ઇમરજન્સી, શ્વાસની તકલીફમાં 1400 ઇમરજન્સી, હ્રદયને લગતી 715 ઇમરજન્સી, તાવની 437 ઇમરજન્સી તેમજ બાકીની અન્ય ઇમરજન્સી આવી હતી. જેમાં 108એ સારી રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડીને દર્દીને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...