તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કપડવંજ કેળવણી મંડળ દ્વારા જેબી મહેતા હોસ્પિટલ CHCમાં 10 ઓક્સિજન મશીન આપવામા આવ્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીની હાજરીમાં મેડીકલ સામગ્રી હોસ્પિટલને સુપરત કરાઈ

સમગ્ર કપડવંજ પંથકમાં શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન કરી રહેલ કપડવંજ કેળવણી મંડળ દ્વારા હવે આરોગ્યક્ષેત્રે પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ સંસ્થાના નેતૃત્વ હેઠળ કે એચ એસ મશીનરી લિમિટેડ વટવા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ શ્રી વી એસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી બેનજી બેન પ્રસુતિગૃહ સેવા સંઘ શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ મેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રદીપભાઈ તેલી ડોક્ટર ધર્મેશ શાહ વગેરે દ્વારા જે.બી મહેતા હોસ્પિટલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ 19ના દર્દીઓ માટે 10 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીનની જરૂરી દવાઓ તથા સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

કપડવંજના પ્રાંત અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટર મીરાંત પરીખ ની ઉપસ્થિતિમાં આ તમામ સાધનસામગ્રી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર મનુભાઈ ગઢવીને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કપડવંજ કેળવણી મંડળના કાર્યાલય મંત્રી મેઘભાઈ જોશી હોસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કિશન પરીખ તથા કરણ રાઠોડ સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...