કાર્યવાહી:વડતાલના ખેતરમાં જુગાર રમતાં 10 પકડાયાં, 5 ફરાર, 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડતાલમાં ગોમતી તળાવ પાસે ભીખાભાઈ પરમાર નામનો શખસ પોતાના ખેતરમાં જુગાર રમાડી રહ્યો હોવાની ફરિયાદ વિજીલન્સને મળી હતી. આ ફરિયાદ આધારે ટીમે ગુરૂવારની સવારે દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસ કાર્યવાહીની ગંધ આવતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આમ છતાં ટીમે ખેતરને કોર્ડન કરી દસ વ્યક્તિને પકડી પાડ્યાં હતાં. જ્યારે પાંચ વ્યક્તિ નાસી ગયાં હતાં.

પકડાયેલા શખસોની પૂછપરછ કરતાં તે ભીખા પરમાર, હબીબ શાભઇ, સલીમ મુસા, દેવચંદ વાળંદ, સંદીપ પરમાર, શના જાદવ, સરદાર તળપદા, ઇરફાન ડભોઇવાળા, ઇમરાન વોરા, રફીક રાઠોડ હોવાનું જણાવ્યું હતું. ભાગી ગયેલા શખસોના વાહન સ્થળ પરથી મળી આવ્યાં હતાં. જે પોલીસે કબજે કર્યાં હતાં. આ કાર્યવાહીમાં કુલ 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરી 15 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...