તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં 5 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસ એક પણ કેસ ન નોંધાયા બાદ આજે કઠલાલમાં એક દર્દી સામે આવ્યુ છે. જિલ્લામાં અત્યાર સુધીના કોરોના કેસનો આંકડો વધીને 14,414 થયો છે. જ્યારે તે પૈકી 10,363ને રજા આપી દેવાઈ છે અને હાલ માત્ર 3 દર્દી સારવાર હેઠળ છે. તેમાંય 1 જ દર્દી નડિયાદ સિવિલમાં દાખલ છે. બે દર્દી હોમઆઈસોલેશનમાં છે.

નડિયાદ સિવિલમાં દાખલ દર્દી ઓક્સિજન પર છે. આજે જિલ્લામાં વધુ 1051 કોરોના સેમ્પલ લેવાયા છે. જેના રીપોર્ટ પેન્ડીંગ છે. સમગ્ર રાજ્યમાં આજે રસીકરણ બંધ રહ્યુ છે, જેના પગલે ખેડા જિલ્લામાં પણ રસીકરણ બંધ રહ્યુ છે. જિલ્લામાં અત્યાર સુધી 8.33 લાખ જેટલા લોકોને વેક્સીન અપાઈ છે. તંત્ર દ્વારા કોરોનાથી બચવા માટે વધુમાં વધુ લોકો વેક્સિન લે તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...