તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં વધુ 1 કોરોના પોઝિટિવ : કુલ આંક 10,408

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં આજે ફરી માત્ર એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. તેમાંય નડિયાદ નહીં પણ કઠલાલમાં કોરોના દર્દી સામે આવ્યુ છે. ત્યારે 9 તાલુકાઓમાં કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાતા જીલ્લાવાસીઓમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. કેટલાય તાલુકાઓ એવા છે, જ્યાં સપ્તાહથી એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે નડિયાદમાં પણ કેસોમાં ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે.ખેડા જિલ્લામાં આજે કુલ પોઝીટીવ દર્દીની સંખ્યા 10,408 થઈ છે, જ્યારે કુલ રજા અપાયેલા દર્દીની સંખ્યા 10,351 સુધી પહોંચી છે.

24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જેથી હાલ માત્ર 9 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં મૃત્યુનો સરકારી આંકડો જુલાઈ માસમાં પણ 48 પર જ અટકી રહ્યો છે. છેલ્લા સપ્તાહથી મૃત્યુના આંકમાં ફેરફાર થયો નથી. 24 કલાકમાં વધુ 2 દર્દીને રજા અપાઈ છે. આજે જિલ્લામાં વધુ 860 કોરોના સેમ્પલ લેવાયા છે, જેના રીપોર્ટ પેન્ડીંગ છે. જ્યારે દાખલ 9 દર્દી પૈકી 7 સ્ટેબ અને 2 ઓક્સિજન પર છે. ગઈકાલથી વેન્ટીલેટર પર એકપણ દર્દી નથી.

અન્ય સમાચારો પણ છે...