તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ડાકોર-ઉમરેઠ રોડ પર કારની અડફેટે 1નું મોત, અકસ્માત સર્જી ચાલક પલાયન થઇ ગયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના જુનીરખિયાલ ગામના બાઇકચાલકને ઉમરેઠ-ડાકોર રોડ પર સામેથી આવતી કારના ચાલકે હડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતુ. ઠાસરાના જુનીરખિયાલ ગામે રહેતાં રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ રઇજીભાઇ સોલંકી (ઉવ.25) સોમવારે બાઇક લઇને ઉમરેઠ-ડાકોર રોડ પરથી પસાર થતાં હતા ત્યારે સામેથી માતેલાસાંઢની જેમ ધસી આવેલી ગાડીના ચાલકે ટક્કર મારી પછાડી દેતાં રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ રઇજીભાઇ સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતુ. અકસ્માત સર્જી ગાડીચાલક પલાયન થઇ ગયો હતો. આ અંગે મૃતકના સબંધીની ફરિયાદના આધારે ડાકોર પોલીસે નાસી છૂટેલાં કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...