તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાંઠવાડી નજીક પીકઅપની ટક્કરે 1નું મોત, 2 ઈજાગ્રસ્ત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મહેમદાવાદમાં કડીયા કામ કરી પરત ફરી રહેલા 3ને અકસ્માત નડ્યો છે. વાંઠવાડી નજીક બ્રિજ પરથી પસાર થતા સમયે બોલેરો પીકઅપ બોલેરોએ સામેથી આવી બાઈક પર સવાર ત્રણેયને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યાં 1નું સારવાર દરમિયાન મોત થયુ છે અને 2 હોસ્પિટલમાં દાખલ છે.સિહુંજના માંડવી ચોકમાં રહેતા અરવિંદભાઈ ચૌહાણ પોતાના મિત્ર દિલીપભાઈ પરમાર અને દિનેશભાઈ પરમાર સાથે બાઈક લઈ કડીયા કામે ગયા હતા.

​​​​​​​તેઓ વાઠંવાડી ગામે ધાબુ ભરી કેસરા આવતા સમયે વાંઠવાડી બ્રિજ પર ઢાળમાં મહુધા તરફથી આ‌વતા પીકઅપ બોલેરો નં. જી.જે. 07, વાય. ઝેડ. 4187ના ચાલકે સામેથી આવી તેમના બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક પર સવાર અરવિંદભાઈ, દિલીપભાઈ અને દિનેશભાઈ રોડ પર પટકાયા હતા. જ્યાં તેમને નડિયાદની હોસ્પિટલોમાં ખસેડાયા હતા.અરવિંદભાઈનું સારવાર દરમિયાન મોત થયુ છે. જ્યારે અન્ય બે હાલ સારવાર હેઠળ છે. આ અંગે અરવિંદના ભાઈ ભેમાભાઈ ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકે ઉપરોક્ત પીકઅપ બોલેરોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...