રોગચાળો વકર્યો:નડિયાદમાં ચિકનગુનિયાનો 1 કેસ જિલ્લામાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભેજવાળા વાતાવરણના પગલે રોગચાળો વકર્યો
  • જિલ્લાના દવાખાનાઓમાં OPD કેસમાં ભારે વધારો

નડિયાદ શહેરી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં આજે ચિકનગુનિયાનું એક દર્દી સત્તાવાર આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયુ છે. આરોગ્ય વિભાગે દર્દીની સારવાર માટેના પગલા લીધા છે. બીજીતરફ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં પણ ચિકનગુનિયાના દર્દીઓ સારવાર લેતા હોવાનુ જાણવા મળ્યુ છે. આજે નડિયાદમાં વધુ 6 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 2કેસ એમ કુલ 8 કેસ જિલ્લામાં નોંધાયા છે.

નડિયાદના ચકલાસી ભાગોળમાં રામનગર ફળિયામાં, સલુણ બજાર, સરદાર ભવનમાં 2, એન.ડી.દેસાઈ કેમ્પસ, આરાધના સોસાયટીમાં ડેન્ગ્યુના દર્દી નોંધાયા છે. જ્યારે અનારા અને નરસંડા ગામે 1-1 કેસ નોંધાયો છે. નડિયાદમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. નડિયાદ શહેર માત્રમાં ખાનગી હોસ્પિટલ અને ક્લિનિક્સમાં મોટાપાયે ડેન્ગ્યુના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

નડિયાદ શહેરમાં ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ મોટા પાયે થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ અને પોરાનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ગંદકી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી સફાઈ કરવામાં આવે અને નાગરીકો પણ પોતાની આસપાસ ભરાઈ રહેલા પાણીનો નિકાલ કરે તે જરૂરી ઑબન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...