તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:જુલાઇમાં 0.6 ટકા પોઝિટીવ કેસ 813ના ટેસ્ટ સામે ત્રણ પોઝિટીવ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મે માસમાં આરટીપીસીઆર ટેસ્ટ સરેરાશ 775 થતાં હતા

ખેડામાં મેમાં કોરોનાની બીજી લહેર પીકઅપમાં હતી. ત્યારે દૈનિક સરેરાશ 775થી વધુ આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ કરાતાં હતા. જેમાં દૈનિક સરેરાશ 175 કેસ પોઝિટીવ નોંધતાં એવરેજ 22 ટકા રીપોર્ટ પોઝિટીવ આવતાં હતા. આરટીપીસીઆર ટેસ્ટમાં 9.52 ટકાનો વધારો નોંધાયો છે. હાલ દૈનિક સરેરાશ 813 ટેસ્ટ કરાય છે. જેમાંથી માત્ર 0.2 ટકા રીપોર્ટ પોઝિટીવ આવે છે. જુલાઈમાં સંક્રમણ મંદ પડી ગયું છે. છતાં જિલ્લામાં ટેસ્ટીંગનું પ્રમાણ વધ્યુ છે. હવે દૈનિક 813 જેટલા ટેસ્ટીંગ થાય છે. તેની સામે માત્ર 3 વ્યકિતઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આમ દૈનિક 0.2 ટકા પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યાં છે.

ખેડા જિલ્લામાં આજે માત્ર 1 પોઝીટીવ કેસ નોંધાયો
ખેડા જિલ્લામાં આજે માત્ર 1 પોઝીટીવ કેસ નડિયાદમાં નોંધાયો છે. આ સાથે જ જિલ્લામાં કુલ પોઝીટીવ આંક 10,409 સુધી પહોંચ્યો છે. જે પૈકી 99 ટકા દર્દીઓ એટલે 10,352ને રજા આપી દેવાઈ છે. આજે જિલ્લામાં વધુ994 સેમ્પલ લેવાયા છે. જેના રીપોર્ટ પેન્ડીંગ છે. જિલ્લામાં હાલ 9 દર્દી દાખલ છે. જેમાં 8 સ્ટેબલ અને 1 ઓક્સિજન પર છે. આજે જિલ્લામાં વધુ 7492 લોકોનું વેક્સીનેશન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...