કાર્યવાહી:કનીજમાં વિજિલન્સ ટીમના દરોડા

મહેમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના એક ગામમાં આજે સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો હોવાની વાતો ચર્ચાનું કેન્દ્ર બની છે. કહેવાઈ રહ્યું છે કે, સ્ટેટ વિજિલન્સ ટીમને બાતમી મળી હતી કે, મહેમદાવાદના કનીજ ગામમાં દારૂની લે-વેચ થાય છે. જેથી બાતમી આધારે વિજિલન્સ ટીમે ગામમાં રહેતા એક પટેલને ત્યાં રેઈડ કરી હતી. જેમના ખેતરમાંથી દોઢસો પેટી દારૂ મળી આવ્યો છે. ટીમે તમામ મુદ્દામાલ જપ્ત કરીને આ ગુનામાં સંકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાને લઈ મૌન સેવ્યું છે. આ બનાવની હકીકત જાણવા માટે મહેમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ ફરજ પર હાજર પોલીસકર્મીએ હજુ આ પ્રકારનો કોઈ ગુનો નોંધાયો ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ વિજિલન્સ ટીમે મહેમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં આ બીજીવાર રેઈડ કરી છે.

આ પહેલા પણ 12 ઓક્ટોબરની રાત્રે હલદરવાસમાં જુગારના અડ્ડા પર રેઈડ કરી હતી. હવે કનીજમાં દારૂ વેચાણ કરતાં ઈસમને ત્યાં રેઈડ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે મહેમદાવાદ પોલીસની કામગીરીને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. હવે જોવાનું રહેશે કે, પોલીસ તંત્ર વિજિલન્સ ટીમની રેઈડ બાદ શું પગલાં લેશે?

અન્ય સમાચારો પણ છે...