તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:મહેમદાવાદમાં દારૂ ગાળતા બુટલેગરનો વીડિયો વાયરલ

મહેમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને માસિક 20 હજાર ભરણ આપતા હોવાનો દાવો

મહેમદાવાદ પોલીસની હદમાં દેશી દારૂ વેચાતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. મહિલા પત્રકાર દ્વારા બનાવવામાં આવેલ આ વિડીયોમાં દારૂ ગાળી રહેલ બુટલેગર સ્પષ્ટ પણે કબુલી રહ્યો છેકે તે પોલીસને મહિને રૂ.20 હજારનું ભરણ આપે છે.

મહિલા તેને પુછે છેકે તમે આ કાર્ય કરો છો તો તમને કોઈ રોકતુ નથી. ત્યારે બુટલેગર કહે છેકે અમને કોઈ રોકતુ નથી, કારણ કે અમે રૂ.20 હજાર ભરણ ભરીયે છે. મહેમદાવાદ પોલીસ સ્ટેશન થી પોલીસ વાળા ભરણ લેવા જતા હોવાનું પણ બુટલેગર જણાવી રહ્યો છે. મહિલા એ જે સ્થળ પર વિડીયો બનાવ્યો છે તેના સંચાલક રાજુ અને ટીકો નામના બે વ્યક્તિ ઓ હોવાનું પણ બુટલેગર જણાવી રહ્યો છે. સોશીયલ મિડીયામા વાયરલ થયેલ આ વીડિયોને કારણે મહેમદાવાદ પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

વિડીયો 3 મહિના જૂનો છે, ખોટી રીતે બનાવાયેલ છે
આ વિડીયો 3 મહિના જૂનો છે. અમે આ લોકો ઉપર કેસ પણ કરેલા છે. જે બાદ ખોટી રીતે રૂપિયા પડાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો હોય તેમ લાગે છે.> એન.ડી.નકુમ, પીઆઇ, મહેમદાવાદ

અન્ય સમાચારો પણ છે...