અકસ્માત:ખાત્રજ નજીક બાઈકની ટક્કરે એકને ઈજા

મહેમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના ખાત્રજ ચોકડી નજીક બાઇકે રાહદારીને અડફેટે લેતા ઇજા થઇ હતી. મધ્યપ્રદેશના 39 વર્ષિય ખેમરાજ સિસોદીયા પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક લઈ ઈન્દોર જવા નીકળ્યા હતા. આ સમયે ખાત્રજ ચોકડીથી મહુધાવાળા રોડ પર જતા માધવ હોટલ પાસે ટ્રક ઉભી રાખી જમવા માટે ઉતર્યા હતા.

આ સમયે પાછળથી આવતા બાઈક નં. જી.જે. 07, સીબી 6961ના ચાલકે પૂરઝડપે આવી ખેમરાજને ટક્કર મારી હતી. જ્યાં જમીન પર પટકાતા ખેમરાજને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે તેમણે બાઈકચાલક વિરુદ્ધ મહેમદાવાદ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...