ચૂંટણી:કાચ્છઇમાં ઉમેદવારના ચૂંટણી ચિહ્ન બદલાતા મતદાનમાં મોડું થયું

મહેમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 જ મિનિટમાં નવા બેલેટ છપાવી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાવી

ખેડા જિલ્લામાં યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા સામાન્ય રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પરંતુ મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ ગામે બનેલ એક બનાવને પગલે ચૂંટણી વિભાગ દોડતુ થઈ ગયું હતું. કાચ્છઇ પ્રાથમિક શાળાના બુથ પર બેલેટ પેપરમાં ઉમેદવારના નામ સામેના ચૂંટણી ચિન્હો બદલાઇ ગયા હતા. જોકે તંત્રએ 20 જ મિનીટમાં નવા બેલેટ પેપર છપાવી પહોંચતા કરતા સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું.

કાચ્છઇ ગામે વોર્ડ સભ્ય ઇલાબેન ગણપતભાઇ સોઢાને ચૂંટણી ચિન્હ માં સિલાઈ નો સંચો મળ્યો હતો. જ્યારે હરીફ ઉમેદવાર ચંદ્રિકાબેન યોગેશકુમાર ડાભીને ચૂંટણી ચિન્હ માં ટ્રક મળ્યો હતો. પરંતુ બંને ઉમેદવારના ચૂંટણી ચિન્હ બેલેટ પેપરમાં બદલાઈ ગયા હતા. જે બાબતની ચૂંટણી વિભાગને જાણ થતા જ વહેલી સવારે પ્રેસ ખોલાવી નવા બેલેટ પેપર છુપાવવામાં આવ્યા હતા. સવારે 7.20 સુધીમાં નવા બેલેટ મતદાન મથક પર પહોંચી જતા મતદાન 20 મિનીટ મોડું શરૂ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...