તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મહેમદાવાદમાં જજમાનવૃતિ મુદ્દે કિન્નરો વચ્ચે મારામારી

મહેમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

મહેમદાવાદમાં કિન્નરો વચ્ચે અખાડાની જજમાનવૃતિ ઉઘરાવવાના મુદ્દે મારામારી થઈ હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. હિરાપુર કનીજગાળો, હિરાપુર ચોકડી અને મહેમદાવાદ ચોકડી સુધી સપનાદે પાવૈયા સાથે મળીને અખાડાથી જજમાનવૃતિ કરવા માટે સોજાલી ગામે ગયા હતા. ત્યાંથી ગામમાં પરત ફરતી વખતે મહેમદાવાદ સર્વોદય સોસાયટી પાછળના રોડ પરથી નેહલદે પાવૈયા સહિત અન્ય લોકો રીક્ષા ઉભી રાખીને તેઓ સાથે ઝઘડો કર્યો હતો અને અમારા વિસ્તારમાં કેમ જજમાનવૃતિ ઉઘરાવવા ગયા હતા. તે કહીને ગાળો બોલતા હતા ત્યારે સોમીયાદે તે વિસ્તાર તેમનો હોવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપી નહેલદે પાવૈયા સહિત તેની સાથેના લોકોએ તેમને માર માર્યો હતો.

જ્યાં બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો આવી પહોંચ્યાં હતા. જે અમને છોડવવા વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને સોમીયાદે પહેરેલી 7 હજારની સોનાની બુટ્ટી અને રૂપિયા 8 હજારથી ભરેલું પાકીટ હાથમાંથી ઝૂટવી લીધુ હતું. ત્યારબાદ સમાજના લોકોએ તેમને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...