માંગ:કનીજમાં જમીન વારસાઈ માટે ખોટા સોગંદનામા થતા રજૂઆત

મહેમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખોટા સોગંદનામું કરનાર વિરુદ્ધ ફરિયાદ કરવા માંગ

મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના ઈસમો દ્વારા ૨૦૦૯-૧૦ માં જમીનનાં વારસાઈ હક માટે મામલતદાર સમક્ષ હાજર થઇ સોગંદનામુ કરવામાં આવેલ. જે ખોટું હોવાના પુરાવા મળતા જાગૃત નાગરિક દ્વારા મામલતદારને પુરાવા સાથે ખોટા સોગંદનામા/એફિડેવિટ કરનારા ઈસમો વિરૃધ્ધ યોગ્ય તપાસ હાથ ધરી પોલીસ ફરિયાદ દાખલ કરવા અંગે રજૂઆત કરતા ચકચાર મચી છે. કનીજ ગામના રહીશ પુંજાભાઈ હીરાભાઈ હરીજનની કનીજ સીમમાં ખાતા નંબર-642 થી સર્વે નંબર-823, 836, 845 વાળી જમીન આવેલી છે.

પુંજાભાઈ હીરાભાઈ હરિજન આશરે 50 વર્ષ અગાઉ ગુજરી ગયેલા હોવા છતાં જેઓના વારસદાર પુરબિયા ભીખાભાઈ વિહાભાઈ 9 સપ્ટેમ્બર 2009 ના રોજ મામલતદાર સમક્ષ પેઢીનામુ કઢાવવા માટે ખોટી એફિડેવિટ કરી હતી. વારંવાર ખોટી એફિડેવિટો તથા ખોટા પેઢીનામા બનાવી જમીનમાં નામો દાખલ દાખલ કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવેલા હોવાથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે જાગૃત નાગરિક દ્વારા મામલતદાર મહેમદાવાદ ને ફરિયાદ આપવામાં આવી છે.