તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને સમસ્યા:મહેમદાવાદના કલેસરમાં ત્રણ માસથી પીવાના પાણીની સમસ્યા

મહેમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાઈપલાઈન બ્લોક થતા 1500થી 2000 લોકોને સમસ્યા

મહેમદાવાદના પથાવતના પરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ઉનાળાની શરૂઆત બાદ અહીં પાણી જ ન પહોંચ્યુ હોવાની બૂમ ઉઠી હતી. આ વિસ્તારના લોકોએ પાણી-પુરવઠા વિભાગમાં રજૂઆત પણ કરી હોવા છતાં પણ કોઈ પરીણામ ન મળતા લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

પથાવતના કલેસર વિસ્તારમાં 1500થી વધુ લોકો હાલ પાણી વિના વલખા મારી રહ્યા છે. જે લાઈનમાંથી પાણી આવે છે, તે લાઈનમાં વચ્ચે કોઈ કારણોસર બ્લોક થઈ જતા પાણીનો ફોર્સ અટકી ગયો છે. આ સમગ્ર બાબતે ગ્રામજનો દ્વારા પાણી-પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને ગયા મહિને તાત્કાલિક સમારકામ કરાવવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી. 20 મેના રોજ અપાયેલી અરજીમાં જણાવ્યુ હતુ કે, ઉનાળાની ઋતુ ટાણે પીવાના અને વપરાશના પાણીની તંગીનો કલેસરના 1500થી 2000 લોકો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનો અને પશુપાલકોને તાત્કાલિક અસરથી પાણી મળી રહે, તે માટે સત્વરે પગલા લેવાય તેવી માગ કરાઈ હતી. આ વાતને આજે મહિના ઉપર આઠેક દિવસો વીતી ગયા છે, પરંતુ ગ્રામજનોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે તાત્કાલિક ધોરણે સ્થળની મુલાકાત લઈ જરૂરી કામગીરી કરાવાય તેવી માગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...