મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં આ વર્ષે રાજ્યના સૌથી મોટા ત્રિરંગાનો શણગાર કરવામાં આવશે.આ ત્રિરંગો 80 ફૂટ પહોળો અને 8 ફૂટ લાંબો છે. સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર આ વર્ષે મંદિરના પ્રાંગણમાં સૌથી મોટા ત્રિરંગા સાથે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીના સમયમાં નિરાધાર થયેલા બાળકોને સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવશે. તેમજ દત્તક લીધેલા બાળકોનો તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવશે. ધ્વજવંદન કાર્યક્રમમાં આવેલા તમામ સભ્યોને વ્યસન મુક્તિ અંગેના શપથ પણ મંદિર લેડાવવામાં આવશે. 15 ઓગસ્ટ નિમિત્તે મંદિર સવારના 7થી રાત્રિના 9 સુધી ખુલ્લું રાખવામાં આવશે. સાથે સાથે ભક્તો સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકશે. સાંજે સંધ્યા આરતીનો પણ ક્રાયકર્મ રાખવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.