તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:વણસોલીમાં મારામારી કરનારા 4 ઇસમો સામે ફરીયાદનોંધાઇ

મહેદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી ઢોળવા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો

મહેમદાવાદના વણસોલીમાં એક જ ફળિયામાં રહેતા બે પરીવારો વચ્ચે માથાકૂટ થઈ છે. પાણી ઢોળવાની બાબતે બોલાચાલી બાદ 4 ઈસમોએ મહિલા પર હુમલો કરતા મામલો મહેમદાવાદ પોલીસ મથકે પહોંચ્યો છે.સમગ્ર ઘટનામાં વણસોલીના રામજી મંદિર સામેના ફળિયામાં રહેતા પારૂલબેન પટેલ 26 તારીખના રોજ પોતાના ઘરની આગળ પાણી ઢોળ્યુ હતુ. જેથી ફળિયામાં રહેતા ગીતાબેન પટેલ ઘરની બહાર આવી અહીં પાણી કેમ ઢોળો છો? આ તમારી જગ્યા નથી.

તેમ કહેતા પારૂલબેને જણાવ્યુ હતુ કે, તમે અમારા ઘર આગળ રસ્તામાં મૂકેલા લાકડા લઈ લો. જેથી ગીતાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ બોલવા લાગ્યા હતા. બાદમાં ગીતાબેનનું ઉપરાણુ લઈ મુકેશભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ અને પાર્થ પટેલ ગમે તેમ ગાળો બોલતા આવી ગયા હતા અને આ જગ્યાએ તમારો રસ્તો પણ નથી અને બારણુ પણ નથી, જેથી પારૂલબેને જણાવ્યુ હતુ કે, હું મારી જગ્યામાં પાણી ઢોળુ છુ. જેથી ગીતાબેન વધુ ઉશ્કેરાયા હતા અને પારૂલબેનને માર માર્યો હતો. જ્યાં પારૂલબેનના પતિ આવી પહોંચતા તેમને વધુ મારમાંથી તેમને બચાવ્યા હતા.

જ્યાં ગીતાબેન સહિતના ચારેય ઈસમો પારૂલબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. પારૂલબેન ઈજાગ્રસ્ત હોવાથી મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેમને નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે તેમણે ઉપરોક્ત ચારેય સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરીયાદ નોઁધાવી છે.

અન્ય સમાચારો પણ છે...