મહેમદવાદના વિરોલ ગામમાં રહેતા અજીતકુમાર ચૌહાણ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં ટેસ્ટર તરીકે નોકરી કરે છે. તેમની પર ગામમાં રહેતા પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. 11 મે, 2021ના રોજ તે સાંજના 6 વાગ્યાના અરસામાં પોતાની ફરજ પર હતા, તે દરમિયાન ગામમાં રહેતા ફતેસિંહ ચૌહાણ અને તેમનો પુત્ર નરેન્દ્રસિંહ ચૌહાણ ડેરીમાં આવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, તુ દૂધ મંડળીમાં દૂધ ભરવા આવતા ગ્રાહકોને હેરાન કરે છે. તારુ વર્તન ગ્રાહકો પ્રત્યે વર્તન સારૂ નથી. આમ કહી બિભત્સ ગાળો બોલી લાતો મારવા લાગ્યા હતા અને ડેરીમાંથી નોકરી છોડી ચાલ્યો જા, નહીં તો મારી નાખીશુ, તેમ ધમકી આપી હતી. નરેન્દ્રએ અજીતકુમારને પકડી રાખ્યા દરમિયાન ફતેસિંહે અજીતકુમારને ગુપ્ત ભાગે માર મારતા ગંભીર નુકશાન થયુ હતુ. આ વખતે અજીતકુમારના પરીવારજનો આવી જતાં નરેન્દ્ર તલવાર લઈ આવી પોલીસ ફરીયાદ નોંધાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અજીતકુમારે મહેમદાવાદ મથકે અરજી આપી હતી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અજીતકુમારને ગુપ્તાંગના ભાગે ચાર ટાંકા લેવા પડ્યા હતા. આ બાબતે અજીતકુમારે નામદાર કૉર્ટમાં આરોપી વિરુદ્ધ ક્રિમીનલ ઈન્કવાયરી કરવા અરજ કરી હતી, જેથી કૉર્ટે આજે આ મામલે ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરતા મહેમદાવાદ પોલીસ મથકે પિતા-પુત્ર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.