તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરીયાદ:સોજાલીમાં પરણિતાને ત્રાસ આપી કાઢી મૂકતા સાસરીયા સામે ફરીયાદ

મહેમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરણિતાને પતિ ઢોર માર મારતો હતો : 5 સામે ગુનો

ખેડાના ખુમારવાડની યુવતિના મહેમદાવાદના સોજાલીમાં લગ્ન બાદ સાસરીયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ખુમારવાડની વૈશાલીના વર્ષ 2016માં સોજાલીના ઈશ્વરભાઈ ચૌહાણ સાથે લગ્ન થયા હતા. લગ્નના બે વર્ષ સુધી વૈશાલીને તેના સાસરીયાઓ દ્વારા સારી રીતે રાખવામાં આવી હતી.

જે દરમિયાન તેને સંતાન તરીકે પુત્ર દિગ્વિજયનો જન્મ થયો હતો. પુત્રના જન્મના 6 માસ બાદ તેના સાસુ લક્ષ્મીબેન, સસરા ભરતભાઈ, જેઠ સંજયભાઈ અને જેઠાણી સરોજબેન દ્વારા જમવાનું બનાવવા અને કામની બાબતે વાંક કાઢી ઝઘડો કરતા હતા. તેમજ તેના પતિ ઈશ્વરભાઈને ચઢવણી કરી મારવા માટે ઉશ્કેરતા હતા. તેમજ પતિ દ્વારા વૈશાલીને માર મારવામાં આવતો હતો.

તેમ છતાં પોતાના ઘર સંસાર ન વિખેરાય તે માટે વૈશાલી બધુ સહન કરીને રહેતી હતી. અગાઉ આઠેક માસ પહેલા પણ આ રીતે ઝઘડો કરી વૈશાલીને તેના સાસરીયાઓએ કાઢી મૂકતા તે પોતાના પિયર જતી રહી હતી. જ્યા બે મહિના રહ્યા બાદ તેના પિતાએ તેને સમજાવી સાસરીમાં પરત મોકલી હતી. હવે તાજેતરમાં 15 જૂનના રોજ ફરીથી ઈશ્વરભાઈએ પત્નિ વૈશાલીને માર મારતા તે ઈજાગ્રસ્ત થઈ છે. જેની જાણ વૈશાલીના પિતાને થતા તેઓ તેને પિયરમાં લઈ ગયા હતા. આ બાબતે આજે તેણે પોતાના પતિ સહિત સાસુ-સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...