તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મહેમદાવાદના સરસવણીમાં અંગત અદાવતને લઈ હુમલો, સમાધાન કરવાનું છે કહી ચપ્પા વડે હુમલો કર્યો

નડિયાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ચપ્પા વડે હુમલો કરનાર બન્ને ઈસમો સામે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી

મહેમદાવાદના સરસવણીમાં અંગત અદાવતની રીસ રાખી ઝઘડો થયો છે. જેમાં 2 લોકોએ અગાઉના ઝઘડામાં સમાધાન કરવાનું છે એમ કહીને અન્ય 2 શખ્સો ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેના કારણે આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળ વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ઝઘડાનું સમાધાન કરવા બોલાવેલા
મહેમદાવાદના સરસવણી ગામે વાંટા વિસ્તારમાં રહેતા પ્રવિણ ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગામમાં રહેતા જુવાનસિંહ ઉર્ફે જાડીયા ભોઈ અને સંજય ભોઈએ ગત રોજ બપોરના સમયે પ્રવિણને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમણે અગાઉ જે ઝઘડો થયો હતો અનું સમાધાન કરવું છે તેમ કહીને ગામમાં સ્થિત બળીયાદેવના મંદિરે બોલાવ્યા હતા.

બોલાચાલી બાદ હિંસક સ્વરૂપ ધારણ
આ ઝધડાનું સમાધાન કરવા માટે પ્રવિણ અને તેમના કુટુંબી બનેવી સુખા ચૌહાણ ત્યાં મંદિરે ગયા હતા. સમાધાન દરમિયાન બન્ને પક્ષો વચ્ચે કોઇક વાતને લઇને બોલાચાલી થઈ હતી. જેમાં જુવાનસિંહ અને સંજય બન્ને ઉશ્કેરાઇ જતા ગુસ્સામાં આવીને પોતાની પાસે રાખેલું ચપ્પુ બહાર કાઢી પ્રવિણને પીઠ અને બરડાના ભાગે માર્યું હતું. આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા સુખાભાઈ પણ આ તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તે દરમિયાન એમને પણ શરીરના ભાગે ચપ્પાના ઘા વાગ્યા હતા. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે પ્રવિણ ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો