બિનહરીફ ચૂંટાયા:મહેમદાવાદ અર્બન પીપલ્સ બેન્કની ચૂંટણીમાં 11 ઉમેદવારો બિનહરીફ

મહેમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદ અર્બન બેન્કના વિજેતા ઉમેદવાર - Divya Bhaskar
મહેમદાવાદ અર્બન બેન્કના વિજેતા ઉમેદવાર

રિઝર્વ બેંક સાથે કનેક્ટ એવી આ બેન્કને 84 વર્ષની સફળતા એટલે કે વેપારીઓની ગણાતી આ બેંકમા દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. બેંકમાં સભાસદોની એટલે કે શેરહોલ્ડરોની લગભગ 6000 સંખ્યા હોય તેમાંથી ગઈકાલે સભાસદો દ્વારા 2396 મતનું મતદાન થયું હતું.

આજે શિક્ષક ભવન ખાતે મત ગણતરી સવારે 10 વાગ્યાંથી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. ખેડૂતમાં આતિશભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા હતા તેમજ સરકારના નિયમ મુજબ પેટા નિયમ 30 મુજબ જનરલ કેટેગરીમાં વિભાગ એકમાં 11 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. મતગણતરી બાદ વિજય મહાનુભાવોમાં નવ સંગઠિત વિકાસ પેનલ સ્ત્રી અનામત પેનલમાં મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ શીલાબેન વ્યાસ 1850 મત તથા નીલમબેન શાહ 1857 મતથી તેમજ વિભાગ નંબર ત્રણમાં અનુસૂચિત જાતિ / જન જાતિ ચાવડા રસિકભાઈ રણછોડભાઈ તેઓ 1631 મતથી વિજય થયા અને વિભાગ 1માં જનરલ કેટેગરીમાં તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. તેમજ વિભાગ નં. 4માં ખેડૂત અનામતમાં આતિશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. વિજેતાઓનું આતશબાજી સાથે ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...