તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ત્રાણજામાં મોબાઇલ ટાવરના વાંકે ચૂંટણી બહિષ્કારની ચીમકી

માતર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાંસદ, ધારાસભ્યને રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

માતર તાલુકાના ત્રાણજા ગામના સરપંચ ચંદ્રિકાબેન સોલંકી અને ગ્રામજનો દ્વારા આગામી યોજાનાર તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતે સરપંચ દ્વારા જિલ્લા કલકેટર અને માતર મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવશે કે, ત્રાણજા ગામમાં મોબાઇલ ટાવર નહીં હોવાથી ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. એકબાજુ સરકાર ડીજીટલ ભારતની વાતો કરે છે, પરંતું ત્રાણજા ગામમાં મોબાઇલ ટાવર નથી. તેથી ગામમાં ગ્રામ પંચાયત ઓફીસમાં દૂધની ડેરી, પોસ્ટ ઓફિસ તેમજ શિક્ષણને લાગતી સંસ્થાઓમાં ગ્રામજનોને મોબાઈલ ફોન કરવામાં નેટવર્કના અભાવે પરેશાની વેઠવી પડે છે.

આ અંગે ગામના સરપંચ અને ગ્રામજનો દ્વ્રારા છેલ્લા 4 વર્ષમાં સ્થાનિક સંસદ સભ્ય, ધારાસભ્ય, મુખ્યમંત્રી, કલકેટર કચેરી સુઘી રજૂઆતો કરી હોવા છતાં કોઈપણ પરિણામ મળ્યું નથી. તેથી વેળાસર મોબાઇલ કવરેજ માટે ટાવર મુકવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આગામી તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ગામમાં કુલ વસતિ બેહજાર રહીશોની છે. નજીકના આઠથી દસેક કિલોમીટર સુધી કોઇપણ મોબાઇલ ટાવરની સગવડ નથી. આ અંગે કાર્યવાહી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો