શિક્ષણ સંઘમાં રોષ:માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મનસ્વી વહીવટથી શિક્ષકો નારાજ

માતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપમાનજનક શબ્દો કહેતા હોવાથી પ્રાથમિક શિક્ષક સંઘ નારાજ

માતર તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીની કામગીરી સામે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘમાં રોષ ફેલાયો છે. ટીપીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની મરજી મુજબ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને કામકાજ કરતા હોવાની રાવ માતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કરી છે.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કોમલબેન પાંડવ સામે ગંભીર આક્ષેપો ખુદ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યા છે. શિક્ષકોની સિનિયોરીટી ની યાદીની માહિતી ગાંધીનગર મોકલવાની બાબત હોય, ટીપીઓ દ્વારા પોતાની રીતે નક્કી કરેલા શિક્ષકોની મનસ્વી રીતે દરખાસ્ત મોકલવાની વાત હોય, દરેક બાબતે ટીપીઓ દ્વારા બે જવાબદારી ભર્યા જવાબ આપવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. સાતમા પગાર પંચનો 80 શિક્ષકોનો તીજો હપ્તો દિવાળી આવે ત્યાં સુધી લાભથી વંચિત રાખેલ છે.

શિક્ષકની ગરિમાને લાંછનરૂપ લાગે તેવા શબ્દો “શિક્ષકોતો ચોર છે.” એવું અસભ્ય વર્તન કરતા હોવાના આક્ષેપ થયા છે. આ અગાઉ પણ આ અધિકારી આ જ તાલુકામાંથી ગેરરીતિ સબબ ફરજ મોકૂફ કરેલ હતા. અને અન્ય તાલુકામાં આજ પ્રમાણે નું વર્તન હોવાને કારણે પ્રાથમિક શિક્ષકો અને સંઘે પડતર પ્રશ્નો ની રજૂઆત વડી કચેરીએ કરવામાં આવેલ હતી. અને અત્યારે પણ સમગ્ર માતર તાલુકામાં થી પ્રાથમિક શિક્ષકોની તેઓના મનસ્વી વર્તનથી અસંતોષની બૂમ ઉઠી છે.

તમામ આક્ષેપો પાયા વિહોણા છે
મારા પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે. શિક્ષકોના જે પડતર કામો છે તેનુ કામકાજ ચાલુ જ છે અને આગામી દિવસોમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે. - કોમલ પાંડવ, માતર, ટીપીઓ

અન્ય સમાચારો પણ છે...