તપાસ:પેપર લીક મામલે માતર પંથકના શિક્ષકને પોલીસ લઇ ગયાની ચર્ચા

માતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ પ્રાંતિજ પંથકના શિક્ષક માતર ફરજ બજાવે છે

ગુજરાતમાં અવાર સરકારી પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ બની રહી છે. જેમાં રવિવારે લેવાયેલી હેડ કલાર્કની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જવાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ તપાસનો રેલો હવે ખેડા જિલ્લાના માતર પંથક સુધી પહોચ્યો છે.

જેમાં માતર પંથકની શાળાના કલ્પેશ નામના એક શિક્ષકને પુછપરછ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઇ ગઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ ગુરુવારે ચાર વાગે માતર પંથક માં આવેલ એક શાળામાં સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ આવ્યા હતા. જેઓ શાળાના શિક્ષકને પુછપરછ કરી ગાડીમાં બેસાડીને રવાના થઇ ગયા હતા. આ ઘટના માતર શિક્ષણ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ખેડા જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા અર્પિતાબેન પટેલ સાથે સમગ્ર મામલે વાત કરતા તેઓએ ઘટના બાબતે સત્તાવાર કોઈ જાણકારી નહી હોવાનું જણાવ્યું હતું.

પરંતુ જે રીતે સમગ્ર શિક્ષણ આલમમાં આ વાતની ચર્ચા થઇ રહી છે. તેને જોતા આગામી દિવસોમાં ખેડા જિલ્લાના એક શિક્ષકનું નામ બહાર આવે તો નવાઈ નહીં. પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ પેપર લીક કાંડમાં કેટલાક આરોપી પ્રાંતિજ નજીકના એક ગામના રહેવાસી છે. આ શિક્ષક પણ તે જ ગામનો વતની છે.

અન્ય સમાચારો પણ છે...