તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:માતર તાલુકાના માછીયેલમાં 46 જેટલા શૌચાલયમાં કૌભાંડ

માતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • TDO તેમજ પોલીસને આવેદન અપાયું

માતરના માછીયેલમાં વધુ એક 46 શોચાલયમાં કૌભાંડ બહાર આવ્યું છે. ગામમાં શોચાલય બનાવવામાં નથી આવ્યા અને સરકારના ચોપડેથી નાણા પણ ચૂકવી દેવામાં આવ્યા છે જેને લઈને ગામના લાભાર્થીઓ અને તાલુકા પંચાયત સભ્ય દ્વારા ટી.ડી.ઓ તેમજ પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના ડેલીગેટ હસમુખભાઈ સોઢા પરમાર દ્વારા થોડા દિવસ પહેલા માતર તાલુકા મથકે આઈ.આર.ડી શાખા માં પહોચી શૌચાલયની યાદી મંગાવવામાં આવી હતી. જે યાદીમાં તેમનું નામ પણ હતુ, જે જોતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

શોચાલયના ફોમમાં પોતાના ડોક્યુમેન્ટ ચેક કરતા તેમની ઘરની બોગસ આકારણી, ફોર્મમાં લગાવાયેેલ શોચાલય કાગળમાં બીજા વ્યક્તિનો ફોટો, એમના નામ ની સહીઓ પણ ખોટી હતી. જેથી જે યાદીમાં 46 લોકોના નામ હતા એ બધાના ડોક્યુમેન્ટ ચેક કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...