તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માતર પાસે બાઇક અને ટેન્કર વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

માતર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અનગઢના મસાણી મેલડી માતાએ દર્શન કરી પરત ફરતા હતા
  • ટેન્કરને ઓવરટેક કરવા જતા 3 યુવકો રોડ પર પટકાયા હતા

ખેડાના ચાંદણા ગામના ત્રણ યુવકો ગઈકાલે મહીસાગરમાં અનગઢ ખાતે મસાણી મેલડી માતાએ દર્શન કરવા ગયા હતા. જ્યાંથી સોજીત્રા થઈ લીંબાસી થઈ સાંજે સાતેક વાગે માતર નજીક પહોંચ્યા હતા. મેહુલભાઈ ઝાલા બાઈક ચલાવતા હતા. જ્યારે પાછળ સુરેશભાઈ ઝાલા અને અજીતભાઈ ઝાલા બેઠા હતા. માતર સ્વર્ણિમ ગેટ નજીક પહોંચતા આગળ એક ટેન્કર જતુ હતુ. રોડ પર પાણીનો વરસાદી પાણીનો ખાડો ભરાયેલો હતો. આ સમયે ઝરમર વરસાદ પણ પડતો હતો. બાઈક ચાલક મેહુલે ટેન્કરની રોંગ સાઈડથી ઓવર ટેક કરવા જતા બાઈક પાણી ભરેલા ખાડામાં પડ્યુ હતુ.

જ્યાં મેહુલે બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક પડી ગયુ હતુ. તેમજ ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. આગળ બેઠેલો મેહુલ એન છેલ્લે બેઠેલો સુરેશ બંને ડાબી બાજુએ પડ્યા હતા. પરંતુ અજીત જમણી બાજુ ટેન્કરની કન્ડક્ટર સાઈડ પાછળના ભાગે અથડાતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યાં તેનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યુ હતુ. સુરેશ અને મેહુલને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ સંદર્ભે સુરેશે માતર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...