તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માતરમાં મોટી ભાગોળ પાસે ક્રેનની અડફેટે એકનું મોત

માતર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માતરમાં મોટી ભાગોળ વિસ્તારમાં એક ક્રેનની અડફેટે આવતાં યુવકનું મોત થયું છે. જે મામલે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માહિતીનુસાર, માતરમાં રહેતા અલ્તાફખાન પઠાણ ગતરોજ બપોરના સમયે તેના ઘરેથી માતર બજારમાં ચાલતા જતા હતા.

તે દરમિયાન આશરે 3.40ની કલાકે માતર મોટી ભાગોળમાં માતર-ખંભાત રોડ પર ઐયુબમીયા મલેકના ઘરની સામે ખંભાતથી આવતા જી જે.સી.ડી 0701ના એક પીળા રંગના ક્રેને અલ્તાફને પાછળની ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યાં ડૉક્ટરે તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં માતર પોલીસે ક્રેનચાલક વિરુદ્ધ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...