તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનામાં મા-બાપ ગુમાવનારા બાળકોની ફી માફ

માતર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2002માં સ્થપાયેલી રઢુ ગામની નૂતન વિદ્યાલય દ્વારા ફી માફીનો આવકારદાયક નિર્ણય કરવામાં આવતા એસએમસીના સભ્યો તેમજ ગ્રાજનોએ પણ નિર્ણયને વધાવી લીધો હતો. - Divya Bhaskar
વર્ષ 2002માં સ્થપાયેલી રઢુ ગામની નૂતન વિદ્યાલય દ્વારા ફી માફીનો આવકારદાયક નિર્ણય કરવામાં આવતા એસએમસીના સભ્યો તેમજ ગ્રાજનોએ પણ નિર્ણયને વધાવી લીધો હતો.
  • કેજી થી ધોરણ 12 સુધી ફી ભરવામાંથી મુક્તિનો રઢુ નૂતન વિદ્યાલયનો નિર્ણય

ખેડા તાલુકાના રઢુમાં કોરોનાની બીજી લહેરમાં ગામમાં મોટી સંખ્યામાં અવસાન થયા છે. જેને લઈને રઢુ નુતન વિધાલય અને રઢુ નૂતન હાઇસ્કુલ દ્વારા આ કોરોના મહામારીનાં કપરા સમયમાં પણ નુતન વિદ્યાલય શાળા દ્વારા વિદ્યાર્થીઓનાં હિત માટે લાગણીસભર નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જે બાળકોએ કોવિડને લઈને પોતાના મા-બાપ ગુમાવ્યા છે તે બાળકોને કેજીથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ ફ્રીમાં અાપવામાં આવશે. આ સંદર્ભે નૂતન વિધાલયના પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલાનાં અધ્યક્ષ સ્થાને એક મિટિંગ યોજાઇ હતી.

જેમા નિર્ણય લેવાયો હતો કે જે વિદ્યાર્થીનાં માતા- પિતાનું કોરોનાનાં કારણે અવસાન થયું છે તેવા વિદ્યાર્થીઓ માટે આ સંસ્થામાં અભ્યાસ કરતા હોય કે પ્રવેશ મેળવવા ઉત્સુક હોય તેવા વિદ્યાર્થીઓની આ સંસ્થામાં ધોરણ કેજી થી ધોરણ 12 સુધી ફી ભરવામાંથી માફી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ નવું એડમિશન હોય કે પછી ચાલુ અભ્યાસમાં હોય એવા તમામ વિદ્યાર્થીઓની ફ્રી માફ કરવામાં આવશે. આ સાથે જ આવા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવા માટે ઉચિત માર્ગદર્શન પણ આપવામાં આવશે.

આ માટે સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહીં, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.આ ઉપરાંત તેમણે આહવાન આપ્યું હતું કે, આવી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓએ શાળાનો તુરંત સંપર્ક કરવો. તેમજ જો આપની આસપાસ કોઈ બાળક આવું હોય તો તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તેમને શાળાએ પ્રવેશ અપાવવો જોઈએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે, 19 વર્ષ અગાઉ સ્થપાયેલી સંસ્થા નૂતન વિદ્યાલય દ્વારા કરવામાં આવેલા નિર્ણયને ગ્રામજનોએ પણ આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...