વાહનચાલકોને મુશ્કેલી:માછીયેલથી માલાવાડા રોડ વચ્ચે મેટલ ખડકાતા અકસ્માતનો ભય

માતર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એક વર્ષથી કામ ખોરંભે પડતા વાહનચાલકોને મુશ્કેલી

માતર તાલુકાના માછીયેલ ગામથી માલાવાડા તરફ જવાના 5 કિલોમીટરના રોડને બંને સાઈડમાં રોડ પહોળું કરવાનું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે. રોડ બંને બાજુએથી પહોળો કરવાનો જેને લઈને રોડની બંને સાઈડમાં બે થી ત્રણ ફુટ ખાડો કરીને વીજ પાડવામાં આવી છે. જે વીજ પાડ્યા પછી કોન્ટ્રાક્ટ માત્ર ત્રાણજા ગામ સુધી જ રોડની કામગીરી પૂર્ણ કરી છે. ત્યાંથી આગળ માલાવાડા રોડની એક સાઈડમાં વીજ પાડીને ખાડા કરવામાં આવ્યા છે અને રોડ વચ્ચે મોટા મેન્ટલ નાંખવામાં આવ્યા છે જે હજુ સુધી રોડની સાઈડોમાં પુરવામાં આવ્યા નથી જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે.

આ બાબતે માલાવાડા ગ્રામના સરપંચ દિલીપ પટેલે જણાવ્યુ કે માછીયેલથી માલાવાડા રોડ બંને બાજુ પહોળો કરવાનો હોઇ જેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા એક વર્ષથી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે જે આજે પણ પૂરું થયું નથી. અત્યારે નગરાથી માલાવાડા રોડની બંને સાઈડોમાં બે થી ત્રણ ફૂટ ખોદવામાં આવેલ વીજ પુરવામાં નથી આવી. જેને લઈને ગામના બાળકો અને વાહન ચાલકો રાતે ખાડામાં પડે છે અને અકસ્માતનો ભોગ બને છે. આ બાબતે વારંવાર કોન્ટ્રાક્ટને જાણ કરવા છતાં રૂબરૂ આવતો નથી. અને એને મન ફાવે ત્યારે કામ કરે છે.

આ બાબતે કોન્ટ્રાક્ટ સાથે ટેલિફોનિક વાત કરવાનો સંપર્ક કરતા તેવો રોંગ નંબર છે તેમ કહીને જવાબ આપ્યો નથી. જ્યારે માતર માર્ગ મકાન પંચાયત પેટા વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડેલ નથી. આ ઉપરાંત માતરમાં આવેલ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ કચેરી છેલ્લા ઘણા સમયથી શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે કોઈ જવાબદાર અધિકારીઓ કચેરીમાં હાજર હોતા જ નથી.

અન્ય સમાચારો પણ છે...