વિવાદ:ઓમપુરી આશ્રમના માણસો રંજાડતા હોવાની ફરિયાદ, 100 વર્ષથી રહેતાં પરિવારને ધમકી

માતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડાના માતરમાં આવેલાં ઓમપુરી આશ્રમના સંસ્થાના માણસો દ્વારા નજીકમાં રહેતાં પશુપાલક પરિવારને જમીન ખાલી કરી જતાં રહેવા ધમકી આપી માનસિક ત્રાસ ગુજારાતો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. આ અંગે માતર મામલતદારને રજૂઆત કરાઇ છે.

માતર ગામના ઓમપુરી આશ્રમની બાજુમાં આશરે 100 વર્ષ પૂર્વેની વડીલોપાર્જિત મિલકત-મકાનમાં રમેશભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. તેઓ ખેતમજૂરી અને પશુપાલન કરી જીવનનિર્વાહ કરી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક અરસાથી ઓમપુરી આશ્રમના વહીવટકર્તાઓ દ્વારા ખોટીરીતે ધાકધમકી આપી માનસિક ત્રાસ ગુજારી ઘર ખાલી કરી જતા રહેવા દબાણ કરાતું હોવાની રાવ માતરના ગ્રામજનો અને ઠાકોર સમાજે કરી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...