હુમલો:માતર-લીંબાસી રોડ પર આવેલા પેટ્રોલપંપના કર્મીઓ પર હુમલો

માતર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ જલ્દી ભરી આપવા બાબતે ઝઘડો કરી હુમલો કર્યો

માતર-લીંબાસી રોડ પર આવેલા આદ્યશક્તિ પેટ્રોલપંપ પર અસમાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર કામ કરતાં કર્મચારી પર જીવલેણ હુમલો કરતાં ચકચારી મચી છે. આ સમગ્ર મામલે પેટ્રોલ પંપના મેનેજરે માતરમાં પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. 10 ઓગસ્ટના રોજ રાત્રે 8 કલાકની આસપાસ આરોપી મુસ્તકીમ ઉર્ફે ગજની પઠાણ અને સદ્દામખાન પઠાણ આદ્યશક્તિ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવ્યાં હતા. ત્યારે તેમને પેટ્રોલ ભરનાર નીતિન વાઘેલા સાથે પેટ્રોલ જલ્દી ભરી આપવા બાબતે ઝઘડો કર્યો હતો. તેઓ વારંવાર જાતિવાચક ગાળો બોલતા હતા.

એટલે નીતિને તેમને પેટ્રોલ ભરી આપવાની ના પાડી દીધી હતી. આ વાતથી ઈસમો હથિયાર લઈને બોલાવ્યાં હતા. જેમને ભેગા થઈને નીતિન પર જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમજ પેટ્રોલ પંપની ઓફિસને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે એટ્રોસીટીની કલમ હઠળ ગુનો નોંધી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીઓને શોધી જેલભેગા કર્યા છે.