દારૂની હેરાફેરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને આજે માતર કૉર્ટમાં રજૂ કરતા 1 દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.
24 માર્ચ, 2020ના રોજ માતર સર્કલ પો.ઇ.ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સંધાણા બ્રિજ નીચે પુરઝડપે આવતી જોઈ હતી. પોલીસે શંકાના આધારે પીછો કર્યો હતો, જ્યાં ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ગાડીમાંથી પોલીસે 600 લીટર દેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીની તપાસ કરતા તેની ભાળ મળી ન હતી.
બે દિવસ પહેલા અમદાવાદ ડી.સી.બી. પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે બંટી રબારીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં દોઢ વર્ષ પહેલા નડિયાદ તરફથી પિયુષમ ઠાકોર સાથે દારૂ લઈને જતો હોવાનું સ્વીકાર્યુ હતુ. ત્યારબાદ માતર પોલીસને તેની જાણ કરી હિતેષ ઉર્ફે બંટીનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી માતર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કૉર્ટે આરોપીના 1 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.