નિરીક્ષણ:પરિએજ ગેસ લિકેજની ઘટનામાં મૂર્છિત થયેલ તમામને રજા અપાઈ

માતર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરીએજ ગેસ લીકેજ થતાં અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
પરીએજ ગેસ લીકેજ થતાં અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી.
  • અધિકારીઓએ મુલાકાત લઇ ક્લોરીનના બોટલોનું ચેકિંગ કર્યું

માતર તાલુકાના પરીએજ ગામે જૂથ પાણી પુરવઠા સંપ પાસે શુક્રવારે ગેસનો બાટલો અગમ્ય રીતે લીક થયેલ ગેસ ગળતરની ઘટનામાં 10 જેટલા લોકો મૂર્છિત થતા જેમને તારાપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં દાખલ કરવામાં આવેલા 10 લોકોની તબિયતમાં સુધારો થતા શનિવારે ડોક્ટર દ્વારા તેમને હોસ્પિટલમાથી રજા આપતા તેમને પરીએજ લાવવામાં આવ્યા હતા.

માતર ધારાસભ્ય અને પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા મૂર્છિત થયેલા પરિવાર ના ઘરે ઘરે જઈને તેમની અને તેમના પરિવાર ની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ પુરવઠાના અધિકારી અને ધારાસભ્ય દ્વારા જે જગ્યાએ ગેસ લીકેજની ઘટના બની હતી તેની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

ગેસ લીકેજથી આજુબાજુના વિસ્તારમાં કઈ પ્રકારનું આર્થીક નુકસાન થયું છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા નવીન ક્લોરીનના બોટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે પછી આવી કોઈ ગેસ લીકેજની ઘટના બને તો કઈ રીત પગલાં ભરવા એના વિશે માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...