મહુધાના ઉંદરા ખાતે ગત ડિસેમ્બર માસમા 10 ટકા લોકફાળો આપી 22 લાખ ઉપરાંતની વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાના આવી હતી. રાજ્યમા દરેક પંચાયત દ્વારા એસ્ટીમેન્ટ પ્રમાણે થતી રકમના 10 ટકા રુપીયા સરકારમા જમા કરાવ્યા બાદ કેટલીક ગ્રાન્ટ મળતી હોય છે.
જે અંતર્ગત ઉંદરા ગ્રામ પંચાયત દ્વારા 2.5 લાખ રુપીયા સરકારમા જમા કરાવ્યા બાદ 22 લાખ ઉપરાંતની વાસ્મો પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ફળવાઇ હતી.જેથી કરી ગામના દરેક ઘર પરિવારને પાણી જથ્થો સરળતાથી મળી રહે.પરંતુ નડિયાદ પાણી પુરવઠા વિભાગના બાબુઓ અને સ્થાનિક પંચાયતના બાબુઓની નિષ્કાળજીના પગલે તળપદા વાસના પરિવારોને હાલાકી વેઠવાની વારી આવી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ જુની પાણીની લાઇન દ્વારા નિયમિત અને પ્રેસરથી તળપદા વાસ માં પાણી મળતું હતું.પરંતુ વાસ્મો અંતર્ગત ગત ડિસેમ્બર માસમા નખાયેલ પાણીની લાઇનમા 15 ઉપરાંત પરિવારોને પાણી માટે જ્યા ત્યા વલખા મારવાની વારી આવી છે.જેના પગલે સ્થાનિકો દ્વારા મહુધા ટીડીઓને ગત જાન્યુઆરી માસમા લેખીત રજુઆત કરવામાં આવી હતી.તેમ છતાં આજદિન સુધી ગ્રામ પંચાયત કે તાલુકા પંચયતના બાબુઓ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. છેલ્લા અઢી માસથી 15 ઉપરાંત પરિવારોને પાણી માટે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે આવનાર દિવસોમા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો સ્થાનિકોએ ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.
નવી લાઇન નાંખ્યા બાદ પાણીની સમસ્યા સર્જાઇ
પ્રા.શાળા સામેના તળપદા વાસના જુના મહોલ્લામા નવી પાઇપલાઇન નાખ્યા બાદથી પાણીની સમસ્યા સર્જાઇ છે. 15 ઉપરાંત પરિવારોને પાણી માટે વલખા મારવા પડે છે. કોન્ટ્રાક્ટરને પણ રજૂઆત કરી હતી.પરંતુ આજદિન સુધી સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.- તળપદા રમેશભાઈ, સ્થાનિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.