તપાસ:ખૂંટજ દુષ્કર્મની ઘટનામાં FSL રિપોર્ટની જોવાતી રાહ, આરોપીનો વધુ એકવાર ટેસ્ટ કરાશે

મહુધા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહુધાના ખૂટંજમાં ગતરોજ 10 વર્ષિય બાળકી પર 61 વર્ષિય આધેડે દુષ્કર્મ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જે મામલે મહુધા પોલીસે આરોપી કરીમ મલેક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ઘટનાના એક દિવસ બાદ પણ તેમાં કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં બાળકીની મેડીકલ તપાસ થઈ ચૂકી છે. જેનો FSL રિપોર્ટ આવ્યા બાદ હકીકત શું તે સામે આવશે. જ્યારે આરોપી કરીમનો મેડીકલ ટેસ્ટ સક્સેસ ન ગયો હોવાથી વધુ એકવાર તેમનો ટેસ્ટ કરવામાં આવશે. જેથી આ સમગ્ર ઘટના પર પ્રશ્નાર્થ મૂકાયો છે, ત્યારે પોલીસ આ મામલે પ્રાથમિક તપાસ કરી રહી હોવાનું જણાવી રહી છે. હવે, જોવાનું રહેશે કે, પોલીસ આ ઘટનામાં ક્યારે હકીકત પરથી પડદો ઉઠાવશે?

અન્ય સમાચારો પણ છે...