તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:મહુધાના સરપંચ-તલાટી આદર્શ પુંસરીની મુલાકાતે

મહુધા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આદર્શ ગામ બનાવવા સરપંચોનો નિર્ધાર

મહુધા તાલુકાના અનેક ગામો વિકાસલક્ષી કામો થવાથી વંચિત રહ્યાનો કકળાટ ગ્રામજનોમાં થતો રહ્યો છે. જેથી મહુધા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયા દ્વારા સરકારી નાણાંનો પ્રજાને સીધો લાભ મળે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા. મહુધા તાલુકાને ઝળહળતો કરવાના હેતુથી તાલુકાના સરપંચ અને તલાટીઓને તલોદ તાલુકાના પુંસરી ગામની મુલાકાત લેવામા આવી હતી. જેમા તાલુકાના તલાટી કમ મંત્રી સહિત ફક્ત 18 થી 20 જેટલા સરપંચે ગુજરાતના આદર્શ ગામ પુંસરીની મુલાકાત લેવામા રસ દાખવ્યો હતો. આદર્શ ગામ પુંસરીની મુલાકાત લઈને આવેલા ડડુસરના સરપંચ કાલુ મલેકે પોતાના ગામમાં વિકાસલક્ષી કામો કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. આમ તેઓએ પુંસરીની મુલાકાત બાદ પોતાના ગામને પ્રથમ તબક્કે સ્વચ્છ અને આર.ઓ. પાણીથી સજ્જ કરવા નિર્ધાર લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો